વડોદરા

ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં હિમાલયમાંથી ફૂંકાતા બર્ફિલા પવનની સીધી અસર હેઠળ ગુજરાતમાં પણ ઉત્તર તરફ થી ઠંડો પવન ફૂંકાતા ફરી એકવાર કાતિલ ઠંડીનો સપાટો ફરી વળ્યો છે.આજે ઉત્તર તરફ થી ૧૧ કિ.મી.ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાવાની સાથે તાપમાનનો પારો ૧૧૦.૪ ડિગ્રી થતા તીવ્ર ઠંડીના સપાટા થી નગરજનો ઠુંઠવાયા હતા. વડોદરામાં પણ છેલ્લા અઠવાડીયાથી ઉત્તર તરફ થી બર્ફિલા પવન ફૂંકાતા તેમજ લધુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ધટાડો થતા ફરી એકવાર કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.તેમાય વહેલી સવારે અને રાત્રે તીવ્ર ઠંડીના સપાટાની અસર શહેરના રાજમાર્ગો પર સ્પષ્ટ જાેવા મળી રહી છે.હવામાન વિભાગના સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ આગામી બે-ત્રણ િદિવસ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

 હવામાંન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ૨૭.૬ ડિગ્રી સેન્ટીગ્રેડ અને લધુત્તામ તાપમાન ૧૦.૪ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. સવારે હવામાં ભેજનુ પ્રમાણ ૭૦ ટકા જે સાંજે ૨૭ ટકા અને હવાનુ દબાણ ૧૦૧૪.૩ મિલિબાર્સ અને ઉત્તર-પૂર્વ તરફ ફૂંકાયેલા પવનની ગતિ પ્રતિ કલાકના ૧૧ કિ.મી. નોંધાઈ હતી.