અંક્લેશ્વર, અંકલેશ્વર જીઆઇડીસી એસટી ડેપો પાસે ટેમ્પોની બ્રેક ફેઈલ થઇ જતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, ટેમ્પો ચાલકે બે કાર , તેમજ શાકભાજીની લારીને અડફેટે માં લીધા બાદ એક વીજ થાંભલા સાથે ટેમ્પો ભટકાયો હતો.  પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી એસટી ડેપો જુના નેશનલ હાઇવે નંબર ૮ પરથી એક આયશર ટેમ્પો પસાર થઇ રહ્યો હતો, જાેકે કોઈક યાંત્રિક ખામી સર્જાતા ટેમ્પાની બ્રેક ફેઈલ થઇ ગઈ હતી, અને ટેમ્પો ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો.બેકાબુ બનેલા આયશર ટેમ્પા એ ઇકો તેમજ ઇયોન કાર અને એક શાકભાજીની લારી ને અડફેટમાં લીધી હતી.ત્યારબાદ એક બંધ હાલતમાં રહેલા વીજ થાંભલા સાથે ટેમ્પો ભટકાય ને થંભી ગયો હતો. સદ્દનસીબે સર્જાયેલા અકસ્માત માં કોઈ જાનહાની પહોંચી નહોતી, પરંતુ અકસ્માત ના પગલે ટ્રાફિક ની સમસ્યા સર્જાય ગઈ હતી, જાેકે પોલીસ તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે ક્રેઈન ની મદદથી અકસ્માત ગ્રસ્ત આયશર ટેમ્પો ખસેડીને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરુ કરી દીધો હતો.