અમદાવાદ-

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે વધુને વધુ ચેપ ધરાવતા લોકોને અસર લાવવા તથા સંક્રમણની ચેઈન તોડવા માટે ટેસ્ટિંગ વધારવાનું જરૂરી છે અને તે માટે વધુ એક વખત મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશને ટેસ્ટિંગ વધારવા માટે સરકારને સુચના આપવાની માંગ સાથે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. અમદાવાદ મેડિકલ એસો.ને હાઈકોર્ટ સમક્ષ એવી દલીલ કરી હતી કે, ગુજરાતમાં ટેસ્ટિંગ અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા છે. વસતીનાં ધોરણે યોગ્ય પ્રમાણમાં થવા જાેઈએ. એસોસિએશનના પ્રમુખ ડો.મોના દેસાઈએ કહ્યું કે, સરકાર ટેસ્ટિંગ વધારે તેવી માંગ કરવામાં આવી છે એક જ પરિવારમાંથી અનેક લોકો સંક્રમિત થયા છે.

સરકાર યોગ્ય ટેસ્ટિંગ ટ્રેસિંગ કરાવતી ન હોવાથી આ સ્થિતિ છે. સમયસર ટેસ્ટ થાય તો સંક્રમિત વ્યકિતની ઓળખ માટે અમે સારવાર શક્્ય બને તેને ક્નટેઈનમેન્ટ આઈસોલેશનમાં મુકી શકાય. હાઈકોર્ટ સમક્ષ અરજીમાં એમ કહેવાયું છે કે, ટેસ્ટિંગની સંખ્યા હજુ વસતી મુજબ પર્યાપ્ત છે. ગુજરાતની ૬.૨૭ કરોડની વસતીને ધ્યાને રાખીને ટેસ્ટિંગ થવા જાેઈએ. અત્યારે સરેરાશ રોજના માંડ ૬૦૦૦ ટેસ્ટ થાય છે. મહારાષ્ટ્રમાં ૧૧૦૪૨ કરોડની વસતીએ, ૩૦,૦૦૦, ઉતર પ્રદેશમાં ૨૦.૪૨ કરોડની વસ્તીએ ૨૯,૦૦૦, તામીલનાડૂમાં ૬.૭૯ કરોડની વસતીએ ૩૦,૦૦૦ તથા દિલ્હીમાં ૧.૯ કરોડની વસતીએ ૩૫,૦૦૦ ટેસ્ટ થયા છે.

ટેસ્ટિંગ વધારવા ઉપરાંત દરેક જિલ્લામાં ટેસ્ટિંગ લેબ ઉભી કરવા પણ માંગ કરવામાં આવી છે. આઈસીએમઆરની વેબસાઈટ પ્રમાણે, ગુજરાતમાં ૨૩ સરકારી તથા ૧૮ ખાનગી લેવાતું સેટઅપ છે. છતા રાજ્યના ૧૯ જિલ્લામાં કોવિડ ટેસ્ટિંગની સુવિધા નથી ત્યાં યોગ્ય માળખા સાથેની લેબોરેટરી નથી. ગુજરાતમાં સૌથી વધુ પ્રભાવિત શહેર એવા સુરતમા પાંચ ખાનગી લેબ છે. તેમાંથી બે ને ૧૬મી જુલાઈએ જ માન્યતા આપી છે મહત્વની વાત એ છે કે, માઈક્રોકોર લેબ શરૂ કરવા માટે આઈસીએમઆરએ બે મહિના પુર્વે મંજૂરી આપી હતી. પરંતુ ગુજરાત સરકારે બે દિ પૂર્વે જ પરવાનગી આપી છે.