ગાંધીનગર-

મહામારી દરમિયાન એક લહેર પછી બીજી લહેર ક્યારે આવશે તેનું અનુમાન કરવું ખૂબ જ અટપટું છે તેમ છતાં ગુજરાત સરકાર કોરોના મહામારીની ત્રીજી લહેર ઓગસ્ટથી નવેમ્બર આવશે તેવું અનુમાન કરીને તૈયારીઓ કરી રહી છે. મહત્વનું છે કે આ દરમિયાન જ મોટાભાગના તહેવારો પણ આવતા હોય છે. જેના કારણે કોરોના કેસમાં વધારો થઈ શકે છે. ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધનની શરુઆત સાથે જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો આ સમયમાં એકપછી એક આવશે. આ તમામ તહેવારો ચોમાસાની સીઝન પરછી તરત જ આવે છે. આ તહેવારોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંથી ત્યાં જતા હોય છે જેને લઈને સરકારનું અનુમાન છે કે આ સમયગાળામાં કોરોના કેસમાં વધારો થઈ શકે છે.

સરકારના કોરોના સામે લડવાના પ્લાન અને તૈયારીમાં જાેડાયેલા એક ઉચ્ચ સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ 'સરકારની ટાસ્ક ફોર્સ અને નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે તેનું અનુમાન કરી રહ્યા છે જે ખરેખર તો ખૂબ જ અઘરું છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે ઓગસ્ટથી નવરાત્રી દરમિયાન આવતા તહેવારોમાં ભીડ ભેગી થવાના કારણે કોરોના કેસમાં વધારો થઈ શકે છે. જેના કારણે આ સમયગાળામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.'સૂત્રોનું કહેવું છે કે શ્રાવણ મહિના દરમિયાન રાજ્યભરમાં મેળાવડા અને મોટાપાયે ધાર્મિક આયોજન થતા હોય છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. આ સૂત્રોએ કહ્યું કે રાજ્ય સરકાર આવી તમામ પ્રકારના આયોજનોને પ્રતિબંધિત કરી શકે છે. ત્યાર બાદ નવરાત્રીના તહેવાર પણ આવશે અને સરકાર તેની ઉજવણી પર પણ કેટલાક પ્રતિબંધો મૂકશે. સૂત્રે આગળ વધુમાં જણાવ્ય સિવાય ભાવનગર, અમરેલી તથા કચ્છમાં પણ વરસાદી માહોલ રહેશે. આજે થયેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ સુરત, દીવ, વલસાડ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ખાબક્યો છે. આંકડાની વાત કરીએ તો સવારે ૬ વાગ્યાથી ૨ વાગ્યા સુધીમાં સૌથી વધારે ભાવનગરમાં ૧૩૫એમએમ, વલસાડના ઉમરગામમાં ૧૨૩એમએમ, સુરતના ઓલપાડમાં ૧૧૭એમએમ, અમરેલીના રાજુલામાં ૧૦૩એમએમ વરસાદ થયો છે.આ સિવાય બોટાદમાં ૯૪એમએમ, અમદાવાદમાં સૌથી વઘારે ધંધુકામાં ૫૬એમએમ, અને અમદાવાદ શહેરમાં ૨૨એમએમ વરસાદ થયો છે.