અમદાવાદ,જીપીએસસી ક્લાસ ૧ અને ૨ની પ્રિલિમિનરની રવિવારના રોજ પરીક્ષા યોજાઇ હતીે. રાજ્યભરમાં ૭૮૫ કેન્દ્રો પર ૨ લાખ જેટલાં ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. ૧૮૩ જગ્યાઓ માટે ૨ લાખ ઉમેદવારો પરીક્ષા આપી છે સવારનાં ૧૦થી ૧ વાગ્યા સુધી અને બીજું પેપર બપોરનાં ૩થી ૬ વાગ્યા સુધી ચાલ્યું હતું. જાે કે આ પેપરમાં ગૌણ સેવાનું પેપર લીક થયા બાદ જીપીએસસીની આ પરીક્ષામાં વ્યવસ્થા પણ કડક ગોઠવવામાં આવી છે.ટાઇપોગ્રાફિક એરરના કારણે સમય ૧૮૦ મિનિટના બદલે ૧૨૦ મિનિટ છપાયો પરંતુ આ પરીક્ષાના પ્રશ્નપત્ર પર ટાઇપોગ્રાફિક એરરના કારણે સમય ૧૮૦ મિનિટના બદલે ૧૨૦ મિનિટ છપાયો છે કે જે બાબતની સૂચના તમામ કેન્દ્રોને આપી દેવામાં આવી છે. જાે કે, આ એક ગંભીર ભૂલ કહેવાય કારણ કે તેની સીધી અસર વિદ્યાર્થીઓની એક્ઝામ પર પડતી હોય છે. અહીં પ્રશ્ન એ પણ થાય છે કે, આખરે પ્રશ્નપત્ર પર આવડી મોટી ભૂલ આખરે થાય કેવી રીતે? શું પેપરનાં પ્રિન્ટિંગ બાદ તેની ફાઇનલ પ્રિન્ટિંગની બરાબર ચકાસણી નથી થતી? આખરે કઇ રીતે આવડી મોટી બેદરકારી ચલાવી લેવાય? જાે કે અત્રે સમયમાં થયેલી ભૂલની સૂચના તમામ કેન્દ્રોને આપી દેવાઇ છે.ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે જીપીએસસીની પરીક્ષા અગાઉ મુલતવી રાખવામાં આવી હતી. જે આજે લેવામાં આવી. મહત્વનું છે કે, આજે જીપીએસસી વર્ગ ૧ અને ૨ની પ્રિલીમનરી પરીક્ષા યોજવામાં આવી. કુલ ૧૮૩ જગ્યાઓ માટે ૧,૯૯,૬૬૯ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. કુલ ૭૮૫ કેન્દ્રો પર જીપીએસસી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

હેડ કલાર્ક પેપર લીકથી વિદ્યાર્થીઓ ચિંતામાં અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન સંગીતની મહેફિલમાં મસ્ત

હેડ ક્લાર્કના પેપર લીક કૌભાંડથી ૮૮ હજાર વિદ્યાર્થીઓનું ભાવિ બગડ્યુ છે. વિદ્યાર્થીઓ મહામહેનતે પરીક્ષા આપે છે, પણ પેપર લીકથી તેમની મહેનત પર પાણી ફરી વળે છે. એક તરફ પરીક્ષા રદ થવાથી સરકારી નોકરીના ખ્વાબ જાેતા ઉમેદવારો ચિંતામાં ડૂબ્યા છે, પણ ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાને આ મામલે કોઈ અફસોસ છે તેવુ દેખાતુ નથી. કૌભાંડોની હારમાળા વચ્ચે અસિત વોરાએ યુ-ટ્યુબ પર વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. અસિત વોરાએ પોતાના યુટ્યુબ ચેનલ પર ગીતનો વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેઓ હાર્મોનિયમ વગાડીને અસિત વોરાએ પોતે ગીત રેકોર્ડ કર્યું છે. એક તરફ વિદ્યાર્થીઓ ચિંતામાં, અસિત વોરા સંગીતની મહેફિલમાં મગ્ન છે. પરીક્ષા કેન્સલ થવાથી હજારો વિદ્યાર્થીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.બીજી તરફ અસિત વોરા સંગીતમાં મસ્ત દેખાય છે. અસિત વોરા હિન્દી ફિલ્મનું ગીત ગાઈ રહ્યા છે. ‘ઈતના ના સતાઓ, મેરે પાસ ના આઓ, અબ ચેન સે રહેને દો, મેરે પાસ ન આઓ, દામન મે લેકે બૈઠા હું, કબ તક મે જીયુંગા યુહીં...’ ગીત હાર્મોનિયમ પર વગાડતા દેખાય છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કના પેપરલીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે ગત શુક્રવારે ૧૧ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ તમામની અટકાયત કરી લેવાઈ હતી. પ્રાંતિજ પોલીસ મથકે ૧૧ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. આ ૧૧ આરોપીઓમાંથી ૧૦ આરોપીઓ પકડાયા છે. એક આરોપી પોલીસ પકડથી દુર છે. આ પેપર લીક કૌભાંડમાં અત્યાર સુધીમાં પોલીસે ૨૩ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે.