સત્તામાં આવ્યા પછી માત્ર ખાઈકી કરવામાં વ્યસ્ત રહેલી શાસક ભાજપાની ગુનાહિત બેદરકારીના ગ્રંથોના ગ્રંથો લખી શકાય એમ છે. સ્માર્ટ સિટીના નામે કરોડોના ઉડાઉ ખર્ચા કરી આર્થિક રીતે તગડા થઈ ગયેલા શાસકોના કારણે શહેરનો વિકાસ છેલ્લા અનેક દાયકાઓથી ઠપ્પ થઈ ગયો છે. જાણે એનું પ્રમાણ આપતા હોય એમ વડોદરાની ઐતિહાસિક ઈમારતો પરની સાર્વજનિક ઘડિયાળોનાં કાંટા સ્થિર થયેલા દેખાઈ રહ્યા છે.