વડોદરા, ગુજરાતના વડોદરા – અમદાવાદને જાેડતા નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે તથા ગોધરા – દાહોદના નેશનલ હાઇવેને દેશના પ્રથમ દસ હાઇવેમાં સ્થાન મળ્યું છે. દેશમાં પ્રથમ વખત હાઇવે રેટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંનેશનલ હાઇવે નં.૪૮ના વડોદરા –અમદાવાદના ૧૦૨ કિ.મી.ના માર્ગને નેશનલ હાઇવેના રેટિંગમાં પ્રથમ આવ્યો છે. દિલ્હીથી ચેન્નાઇને જાેડતા આ રોડને ભારતમાં સલામતી, કાર્યક્ષમતા અને વપરાશકારોની સેવા માટે ૧૦૦માંથી ૯૧.૮૧ માર્ક મળ્યા છે. નેશનલ હાઇવ નંબર ૬૬ના મૂંબઇ થી કન્યાકુમારીને જાેડતા ૧૪૧ કિ.મી.ના ગોવા- કર્ણાટક થી કુન્દાપુરના પટ્ટાને બીજુ સ્થાન, વડોદરા –અમદાવાદને જાેડતા ૯૨ કિ.મીના. એક્સપ્રેસ વે -૧ને ત્રીજુ સ્થાન મળ્યું છે. ગોધરાથી દાહોદ મધ્ય પ્રદેશની સરહદ સુધીના નેશનલ હાઇવે નં.૪૭ના ૮૭ કિ.મીના પટ્ટાને સાતમું સ્થાન મળ્યું છે. હાઇવે રેટિંગનો હેતુ રોડની કાર્યક્ષમતા વધારવા, મુસાફરોનો આંતરરાષ્ટ્રિય સ્તરના માપદંડોને અનુલક્ષીને અનુભવને જાણવાનો હતો. હાઇવે પરની સુવિધાઓ આ માપદંડના આધારે વધારવામા આવશે તેમ સોમવારે કેન્દ્રિય ભૂતળ માર્ગ વ્યવહાર મંત્રી નિતીન ગડકરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

ભારતના ટોપ ૧૦ હાઇવે

હાઇવેનો સેકશન લંબાઇ નેશનલ હાઇવે નંબર

૬ લેન વડોદરા- અમદાવાદ ૧૦૨.૩૦ કિ.મી. એનએચ ૪૮

ગોવા (કર્ણાટક) - કુંદાપુર ૧૪૧ કિ.મી. એનએચ ૬૬

૪ લેન અમદાવાદ- વડોદરા એક્સપ્રેસવે ૯૩.૩૦ કિ.મી. એનઇ -૧

સિમગા – સારગાંવ ૪૨.૪૪ કિ.મી. એનએચ ૧૩૦

સોલાપુર – યેદશી સેકશન ૯૮.૭૧ કિ.મી. એનએચ ૨૧૧

ક્રિષ્નાગિરી – વાલાજહપેટ ૧૪૮.૩ કિમી. એનએચ ૪૮

ગોધરા થી દાહોદ એમપી સરહદ ૮૭.૧ કિ.મી. એનએચ ૪૭

બેંગ્લોર – નીલમંગલા ૧૯૫ કિ.મી. એનએચ ૪

ઇસ્લામ નગર – કટછલ ૫૩.૦૩ કિ.મી. એન એચ ૪૪

મહુલીયા - બહરગોરા અને બહરગોરા –ચીચીરા ૭૧.૬૧ કિ.મી. એનએચ ૩૩

કયા માપદંડો હતા ?

૧ .હાઇવે કાર્યક્ષમતા ( ૪૫ માર્ક્‌સ) – જેમાં ટ્રાફિકની ઝડપ, ટ્રાફિકનું કદ, ટોલ પ્લાઝા ઉપર વિલંબ વગેરેનો સમાવેશ થતો હતો.

૨. હાઇવે સલામતી ( ૩૫ માર્ક્‌સ) દર વર્ષે અકસ્માતો અને અકસ્માત થતાં જ એમ્બ્યુલન્સનો કેટલી મિનિટમાં પહોંચી? , રસ્તો કેટલા સમયમાં ખુલ્લો કરાયો ?

૩. વપરાશકારને કેટલો ઉપયોગી ( ૨૦ માર્ક્‌સ) જેમાં ફૂટપાથની સંખ્યા, જંકશનો તથા પુરતા માળખાંનો સમાવેશ થાય છે.