ગાંધીનગર,

ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 172, સુરત મહાપાલિકા વિસ્તારમાં 204, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 49, સુરત 45, રાજકોટ કોર્પોરેશન 32, વલસાડ 21, વડોદરા 19, અમદાવાદ, મહેસાણા, ભરૂચ 15-15, કચ્છ 14, ગાંધીનગર 13, નવસારી 13, ભાવનગર કોર્પોરેશન 12, બનાસકાંઠા 12, ખેડા 11, સુરેન્દ્રનગર 11, આણંદ 10, ભાવનગર 9, જામનગર કોર્પોરેશન 8, રાજકોટ 8, જૂનાગઢ કોર્પોરેશન 7, મહીસાગર 7, અમરેલી, દાહોદ, જુનાગઢ 6-6, ગાંધીનગર કોર્પોરેશન, પાટણ, મોરબી 5-5, અરવલ્લી 4, પંચમહાલ 4, ગીર સોમનાથ 3, તાપી 3, સાબરકાંઠા, છોટાઉદેપુર, જામનગર 2-2, નર્મદા, બોટાદ અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ સામે આવ્યો છે. જ્યારે 61 દર્દી વેન્ટિલેટર ઉપર છે. અત્યાર સુધી 1989 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 22,262 કેસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે.

સુરત શહેર રાજ્યમાં આજે પણ સૌથી ટોપ ઉપર રહ્યું છે, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 204 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 45 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 249 સામે આવી ગયા છે. આગામી સમયમાં કોરોનાવાઇરસ સમગ્ર સુરત શહેરને અને ગ્રામ્ય વિસ્તારને ધમરોળશે તેમાં બેમત જોવા મળતો નથી.