વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી કાબુ બહાર જઈ રહેલી કોરોણાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારી મહામંડળ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના અગ્રણીઓ પરેશ પરીખ અને રમેશ પટેલ વગેરેએ વેપારી એસોશિએશન વતી સરકાર સમક્ષ કરેલી રજુઆતમાં એવી માગ કરવામાં આવી છે કે કોરોનાના સંક્રમણની બ્રેક માટે બે સપ્તાહનું લોકડાઉન કરવામાં આવે. આ પ્રકારનો ર્નિણય શહેર જિલ્લાની હોસ્પિટલ અને સ્મશાનગૃહોની દયનિય સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું.તેઓએ ઉમેર્યું હતું કે, વેપારીઓને લોકડાઉન કોઈ કાળે પોષાય એમ નથી છતાં પણ પરિવાર, સ્ટાફ અને પ્રજાજનોના હિત માટે એસોસિયેશન ૧૪ દિવસના લોકડાઉનની માંગણી રાજ્ય સરકાર પાસે કરે છે. સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા ગત સપ્તાહમાં મહાનગર સેવા સદનના પદાધિકારીઓ સાથે મીટીંગમાં જણાવેલ હતું કે બરોડાના

વેપારીઓ કોઈપણ સંજાેગોમા સ્વયંભૂ લોકડાઉન નહી કરે. દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ જણાવ્યું છે કે કોરોનાની પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ છે અને રાજ્ય સરકારો લોકડાઉનનો ર્નિણય જાતે લઇ શકે છે. એ પછીથી તુર્તજ દિલ્હી રાજ્યએ એક વીકની લોકડાઉન અને રાજસ્થાન સરકારે ૧૪ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ગુજરાતના વિવિધ એસોસિયેશન સાથે ચર્ચા કરીને રાજ્ય સરકારને વિનંતી અને આગ્રહ કરેલ છે કે ૧૪ દિવસનુ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરે અને કોરોનાની આ ચેઈન તોડવા પ્રયત્નો કરે.

ખાસવાડી સ્મશાનમાં મૃતકે મૃતકે ભિન્નભિન્ન દૃશ્યો જણાય

વડોદરાના સૌથી મોટા ખાસવાડી સ્મશાનમાં મૃતકે મૃતકે ભિન્નભિન્ન દ્રશ્યો જાેવા મળ્યા હતા. આ સ્મશાનમાં જાે કોરોનાના મૃતકની ડેડ બોડી લાવવામાં આવે તો એની સાથે ગણતરીના ચારથી પાંચ લોકો શબવાહિનીમાં આવતા જાેવા મળ્યા હતા.જ્યારે કુદરતી મોટ થયું હોય એવી વ્યક્તિની સ્મશાન યાત્રામાં અને સ્મશાનમાં ભારે ભીડ જાેવા મળતી હતી.એમાં સોશ્યલ ડીસ્ટન્સનો પણ અભાવ જાેવા મળ્યો હતો.જ્યારે સ્મશાનમાં દશપિંડ વિધિ માટે આવનારાઓની ભીડથી જાણેકે એકજ સ્મશાનમાં ભિન્નભિન્ન દ્રશ્યોને લઈને એનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો.

ખાનગી હોસ્પિટલોમાં આઇસીયુ અને વેન્ટિલેટર બેડની સંખ્યા વધારાશે

વડોદરાની કોવિડ સારવાર સાથે સંકળાયેલી સેગમેંટ ટુ ની અગ્રણી ખાનગી હોસ્પિટલો આઇસીયુ બેડ અને વેન્ટિલેટરની સંખ્યા વધારે એવો ર્નિણય લેવામાં આવ્યો છે. સેગમેન્ટ ટુ ની તમામ ખાનગી હોસ્પિટલો તાત્કાલિક તેમના કુલ બેડમાંથી ૫૦ ટકા બેડ આઇસીયુમાં રૂપાંતરિત કરે તેવી સંમતિ સધાઈ હતી. આ ઉપરાંત સેગમેન્ટ ટુ ની હોસ્પિટલો વેન્ટિલેટર વસાવે અને તેમની આઇસીયુ બેડની અપગ્રેડેડ કેપેસિટીના ઓછામાં ઓછા ૨૫ ટકા બેડને વેન્ટિલેટર બેડમાં ફેરવે એવું નક્કી થયું હતું. આ ર્નિણયના અમલ માટે જરૂરી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.તેના પગલે ખાનગી હોસ્પિટલોમાં અંદાજે બે હજાર વધુ બેડ આઇસીયુ બેડમાં ફેરવાતા આવા બેડની સંખ્યા વધીને ૪૦૦૦ થશે. આ ઉપરાંત વધુ ૫૦૦ વેન્ટિલેટર ઉમેરાય તેવી અપેક્ષા છે.એટલે વેન્ટિલેટર બેડની સંખ્યા વધીને ૧૫૦૦ જેટલી થશે