સુરત, સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની ગંભીર બેદરકારીના કારણે કાયદેસર વેપાર ધંધો કરતાં લોકોની હાલત કફોડી પણ ગેરકાયદે રોડ પર કબ્જાે જમાવતા લોકોને બખ્ખા થઈ રહ્યાં છે. પાલિકાએ શાક માર્કેટ બનાવી છે. પરંતુ માર્કેટ બહાર દબાણ કરનારાઓ ભરપુર વેપાર કરી રહ્યાં છે.  

પોલીસ અને પાલિકાની આવી નીતિના કારણે કાયદેસર દુકાન ધરાવતાંલોકોએ પણ દબાણ કરવા માટેની ફરજ પડી રહી છે. શહેરના અનેક વિસ્તારમાં આવી સ્થિતિ હોવાથી મ્યુનિ.ના અધકારીઓએ ગાડીમાં બેસી નહી પરંતુ પોલીસની જેમ ફરિયાદવાળા રોડ પર ફુડ પેટ્રોલીગ કરવુંજાેઈએ તેવી રજુઆત થઈ છે. સુરત મહાનગરપાલિકાએ શહેરની ટ્રાફિક સમસ્મયા દુર કરવા માટે અનેક જગ્યાએ લાખો રૃપિયાના ખર્ચે શાકભાજી માર્કેટ બનાવી છે પરંતુ મ્યુનિ. અને પોલીસની નબળી કામગીરીના કારણે ટ્રાફિકની સમસ્યા દુર કરવાનો હેતુ બહાર આવતો નથી. મ્યુનિ. તંત્રએ માર્કેટ બનાવી છે તેમાં વેપારીઓને કાયદેસર દુકાન-ઓટલા કે જગ્યાની ફાળવણી કરી છે. આ જગ્યાએ શાકભાજીના વેપારીઓ ધંધો કરી રહ્યાં છે પરંતુ શાક માર્કેટની બહાર સંખ્યાબંધ લારી અને પાથરણાવાળાના દબાણ થઈ રહ્યાં છે. મ્યુનિ. તંત્રએ કાયદેસર દુકાનો ફાળવી છે તે વેપારીઓ ગ્રાહકની રાહ જુએ છે પરંતુ માર્કેટ બહાર દબાણ કરનારા હોવાથી તેઓને ગ્રાહક માટે ફાંફા પડી રહ્યા ંછે. મ્યનિ. તંત્ર આ દબાણ હટાવતી ન હોવાથી માર્કેટમાં જગ્યા મળી હોય તેવા વેપારીઓ પસ્તાઈ રહ્યાં છે. મ્યુનિ. તંત્ર દબાણ દુર કરતી ન હોવાથી કાયદેસર ધંધો કરનારાઓની હાલત કફોડી થઈ ગઈ છે. આ મુદ્દો પાલિકાની સંકલન બેઠકમાં કતારાગમના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ ઉઠાવી માર્કેટ બહારના દબાણ દુર કરવા જણાવ્યુ હતું. તેઓએ કહ્યું હતું, સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ૬૦ ફુટનો સિંગણપોર રોડ છે પરંતુ ગેરકાયદે દબાણ કરનારાઓના કારણે પીક અવર્સમાં આ રોડ પર માંડ છુ ફુટ જેટલી જગ્યામાં વાહન વ્યવહાર થાય છે.