મેલબોર્ન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ એડિલેડમાં રમાઇ હતી. ડે-નાઈટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની આગામી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 26 ડિસેમ્બરથી રમાશે. તેને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં બોક્સિંગ-ડે ટેસ્ટ કહેવામાં આવે છે. પ્રથમ બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ 1950માં રમવામાં આવી હતી. 1985થી ભારતે આવી 12 ટેસ્ટ મેચ રમી છે.

બોક્સિંગ-ડેનો બોક્સિંગ સાથે કોઈ સંબંધ નથી. ખરેખર, ક્રિસમસ ડે (25 ડિસેમ્બર) પછીનો બીજો દિવસ ઘણા દેશોમાં બોક્સિંગ-ડે તરીકે ઓળખાય છે. વિશ્વના વિવિધ સ્થળોએ આ દિવસ વિશે વિવિધ સિદ્ધાંતો છે. ઘણા દેશોમાં તેને ક્રિસમસ બોક્સ સાથે જોડીને જોવામાં આવે છે. તે જ સમયે, ઘણી જગ્યાએ તહેવારના દિવસે ગરીબોને ભેટ આપવા માટે રાખવામાં આવતા બોક્સ સાથે ચર્ચ જોડાયેલું છે. ક્રિકેટમાં બોક્સિંગ-ડે ટેસ્ટ શબ્દની શરૂઆત 1892માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શેફિલ્ડ શિલ્ડ ખાતેની મેચથી થઈ હતી.

થિયરી નંબર-1 (ક્રિસમસ બોક્સ)

વેસ્ટર્ન ક્રિશ્ચિયનિટીના લિટર્જિકલ કેલેન્ડર અનુસાર બોક્સિંગ-ડે ક્રિસમસના પછીના દિવસે હોય છે. આયર્લેન્ડ અને સ્પેન જેવા દેશોમાં આને સેન્ટ સ્ટીફન્સ ડે પણ કહેવામાં આવે છે.

તેના અનુસાર ક્રિસમસ પછીના દિવસે લોકો એકબીજાને ક્રિસમસ બોક્સ ગિફ્ટ કરે છે. ઓક્સફોર્ડ ડિક્શનરી પ્રમાણે બોક્સિંગ-ડે ક્રિસમસની રજા પછી અઠવાડિયાનો પહેલો દિવસ હોય છે.

આ દિવસે ઘણા લોકો કામ પર જાય છે અને તેમના માલિક તેમને ક્રિસમસ બોક્સ ગિફ્ટમાં આપે છે. તેથી આ દિવસને બોક્સિંગ-ડે કહેવામાં આવે છે.

 -

થિયરી નંબર-2 (ચર્ચમાં ક્રિસમસ પર રાખવામાં આવે છે બોક્સ)

બોક્સિંગ ડે સાથે જોડાયેલી બીજી થિયરી એ છે કે, ક્રિસમસ દરમિયાન એક બોક્સ રાખવામાં આવે છે. આ બોક્સમાં લોકો ગરીબો માટે ગિફ્ટ રાખે છે.

ક્રિસમસ પછીના દિવસે લોકો બોક્સ ખોલીને દાનમાં મળેલો સામાન ગરીબોમાં વહેંચે છે. ક્રિશ્ચિયન લોકો આ દિવસે ચર્ચમાં લગ્ન પણ કરે છે. લગ્નમાં આપેલા બોક્સને 26 ડિસેમ્બરે ખોલવાની પરંપરા છે.

 -

કેવી રીતે બોક્સિંગ-ડે ટેસ્ટની શરૂઆત થઈ?

બોક્સિંગ-ડેની ક્રિકેટમાં એન્ટ્રી 1892માં થઈ હતી. 1892માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે ક્રિસમસ દરમિયાન એક મેચ થઈ હતી.

આ પછી દર વર્ષે બંને ટીમો વચ્ચે ક્રિસમસ દરમિયાન મેચો થવા લાગી અને આ એક પરંપરા બની ગઈ. દરેક મેચમાં બોક્સિંગ-ડેનો દિવસ જરૂર સામેલ હોય છે.

બોક્સિંગ-ડેે ટેસ્ટ જોવા 60 હજારથી વધુ લોકો પહોંચે છે

1975માં વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી બોક્સિંગ-ડે ટેસ્ટ મેચમાં પહેલા દિવસે 85 હજારથી વધુ દર્શકો મેચ જોવા પહોંચ્યા હતા.

તે પછી બોક્સિંગ-ડે ટેસ્ટ મેચને જોવા ભારે સંખ્યામાં લોકો આવવા લાગ્યા.

ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોક્સિંગ-ડે ટેસ્ટના દિવસે 60 હજાર લોકો MCG ગ્રાઉન્ડમાં મેચ જોવા આવે છે. આખી મેચ જોવા કુલ 1 લાખ થી વધુ લોકો આવે છે.

2013-14માં એશિઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મેચમાં બોક્સિંગ ડેના દિવસે 91 હજારથી વધુ દર્શકો આવ્યા હતા. આ વખતે કોરોનાવાયરસને કારણે આ સંખ્યામાં ઘટાડો થશે.

ભારત ઓસ્ટ્રેલિયા સામે 1985, 1991, 1999, 2003, 2007, 2011, 2014 અને 2018માં એમ કુલ 8 વાર રમ્યું છે.

ઓસ્ટ્રેલિયાએ 5 વાર ભારતને હરાવ્યું. છેલ્લે 2018માં ભારતે વિરાટ કોહલીની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવ્યું હતું.