ડભોઇ : મંગળવારે વડોદરા વિશ્વામિત્રી થી ડભોઇ રેલ્વે લાઇન ઉપર તેમજ ડભોઇ થી ચાંદોદ રેલ્વે લાઇન ઉપર ૧૧૦ પ્રતિકલાકની ઝડપે ટ્રેન ને દોડાવી ટ્રેકનું નિરિક્ષણન રેલ્વે ના અધીકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ડભોઇ થી કેવડીયા જવા માટે રેલ્વે માર્ગ ને જાેડતો વડોદરા થી ડભોઇ અને ચાંદોદ થઈ કેવડીયા સુધી રેલ્વે નો વિકાસ થઈ રહ્યો છે ત્યારે હવે ડભોઇ જંકશન ને પણ અતિઆધુનિક ઇમારત સાથે નવીન બનવામાં આવ્યું છે જેનું કામ પૂર્ણ થઈ ગયું છે ડભોઇ રેલ્વે જંકશન ને અતિ આધુનિક બનવામાં આવ્યું છે. આગામી સમય માં ડભોઇ થી કેવડીયા સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી રેલ્વે માર્ગ દ્વારા સરળતાથી પહોચી શકાય તે હેતુ સાથે પૂર ઝડપે કામ ચાલી રહ્યું છે ત્યારે ડભોઇ ખાતે થી કેવડીયા સુધી જવા માટે નવી ૧૦ જેટલી ટ્રેનોની સુવીધા ઊભી થસે તે અંતર્ગત ટ્રેનોની ગતીમાં વધારો કરવા ના હેતુ સાથે રેલ્વે તંત્ર અત્યારે કામ કરી રહ્યું છે. રોજ બરોજ રેલ્વે દોડાવી હવે રેલ્વે ટ્રેક નું ટેસ્ટિંગ થઈ રહ્યું છે.