વડોદરા

શહેરના ગોરવા આઈટીઆઈથી મધુનગર તરફ જતા માર્ગ પર હજુ એક વર્ષ પહેલા વૃક્ષો વાવીને એને લોખંડના જાળીવાળા પિંજારાથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. જેને એકાએક દૂર કરવામાં આવતા શહેરના પર્યાવરણ પ્રેમીઓ લાલઘૂમ થયા છે. તેમજ આને માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. એક તરફ શહેરના પર્યાવરણ પ્રેમીઓ પર્યાવરણની જાળવણી અને વધુમાં વધુ વૃક્ષારોપણને માટે જન જાગૃતિની ઝુંબેશ ચલાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ સામાન્ય માનવીઓને નજીવા નડતરરૂપ હોય કે પછીથી ધરાશાયી થાય એવા વૃક્ષોના છેદનને માટે નોટિસો ફટકારીને જંગી દંડ વસુલતી પાલિકાની જ ગાર્ડન શાખા દ્વારા ગોરવામાં અસંખ્ય વૃક્ષોનું એક સાથે છેદન કરી દેવામાં આવ્યું છે. એટલુંજ નહિ આ લીલાછમ વૃક્ષોને એના પીંજરા સાથે દૂર કરી દેવામાં આવ્યા છે. જેને લઈને પાલિકાની ગાર્ડન શાખા દ્વારા આ કામમાં વ્યાપક પ્રમાણમાં ર્ભ્ષ્‌ટાચાર થઇ રહ્યો છે એવા આક્ષેપો થઇ રહ્યા છે. જે ભૂલનો લૂલો બચાવ કરવાને માટે પાલિકાનું તંત્ર એવું જણાવી રહ્યું છે કે ગોરવા આઈટીઆઈથી મધુનગર જતા માર્ગ પર પિંજરામાં વાવેલા લીલા છોડોને તોડી અને એક વર્ષ જુના પિંજરાને તોડી નવા છોડ અને પિંજરા લગાવીશુ તેવું ગાર્ડન શાખા કહી રહ્યું છે એક વર્ષ પહેલા લગાવેલ છોડ લીલા હોય તેને તોડવું કેટલું યોગ્ય છે ?એવો પ્રશ્ન સ્થાનિકો દ્વારા ઉપસ્થિત કરાયો છે. જેની સામે ગાર્ડન શાખાનું કહેવું છે કે એક વર્ષમાં છોડ સુકાઈ ગયા તો તેની બેદરકારીની જવાબદારી કોની? તેમની સામે શુ પગલાં લેવાશે ? છોડ સુકાઈ ગયા તો નવા પિંજરા તોડવાની શુ જરૂર હતી? યોગ્ય રીતે તેને કઢાય નહિ ? પ્રજાની મહેનતના પરસેવાની કમાણીના વેરાના નાણાંનો આ રીતે વેડફાટ ક્યાં સુધી કરાશે? એવો પ્રશ્ન સ્થાનિકોમાં પુછાઈ રહ્યો છે.