વડોદરા. રાજ્યમાં ૧૬મી જાન્યુઆરીથી કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ થવાનો છે તે પહેલાં વેક્સિનનો જથ્થો નિર્ધારીત સમયે આવી પહોંચતાં મુખ્ય અને મહત્ત્વની ભૂમિકા અદા કરનાર કન્ટેઈનર ટ્રકડ્રાઈવર પરવેશ કુમાર શર્મા વિશે જાણીએ... 

કન્ટેઈનર ટ્રકડ્રાઈવર પરવેશ શર્માએ જણાવ્યું હતું કે પોતે મૂળ હરિયાણાનો વતની છે. છેલ્લાં ૧૧ વર્ષથી ટ્રક ડ્રાઈવિંગ તરીકે ફરજ બજાવે છે. તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જ્યારે નિર્ધારીત સમયે ચોક્સાઈથી ડિલિવરી પહોંચાડવાની હોય ત્યારે મને કામ સોંપવામાં આવે છે. મારું કામ સુપરફાસ્ટ ડિલિવરી પહોંચાડવાનું છે તેવા ખાસ પ્રકારના ટાસ્ક માટે જ મારી પસંદગી કરવામાં આવે છે. ગત રાત્રે જ મને અચાનક જાણ કરાવમાં આવી હતી કે કોવિડ-૧૯ની વેક્સિન રસી લઈને જવાનું છે. આ સાંભળીને મારામાં જાેશ આવી ગયો હતો. હું પૂણેથી વેક્સિન લઈને ગુજરાતમાં આવ્યો છું. તેઓએ ઉમેર્યું હતું કે, એક તરફ કોરોના મહામારીને કારણે દેશમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોના વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યા છે તેવા સમયે મને કોરોનાની વેક્સિન કંપનીમાંથી લઈને વિવિધ સેન્ટર પર પહોંચાડવાની તક મળી તેનો આનંદ વ્યક્ત કર્યો હતો અને તે નોનસ્ટોપ નિર્ધારીત સમયે આવી પહોંચ્યો તેથી હું ગર્વ અનુભવું છું.