દિલ્હી-

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના નિર્ણયને આવકાર્યો છે. યુએઈના વિદેશ મંત્રાલયે આ નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં, યુએઈ મંત્રાલયે કાશ્મીરમાં બંને મૈત્રીપૂર્ણ દેશો વચ્ચે કાયમી યુદ્ધવિરામનું પાલન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. મંત્રાલયના એક નિવેદનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદિત સરહદનો સંકેત આપવામાં આવ્યો છે.

આ સિવાય નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, યુએઈના ભારત અને પાકિસ્તાન સાથે ઐતિહાસિક સંબંધો છે અને આ લક્ષ્‍ય સુધી પહોંચવાની પ્રશંસા કરીએ છીએ. તે સુરક્ષા, સમૃદ્ધિ અને સ્થિરતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું પણ છે. આ યુદ્ધવિરામ બંને દેશો વચ્ચે કાયમી યુદ્ધવિરામનું પાલન કરવાના મહત્વ પર ભાર મૂકે છે. બંને પક્ષોને આનો ફાયદો થશે એમ પણ કહેવામાં આવ્યું છે. આ સાથે, બંને દેશોના રાજદ્વારી માધ્યમો સાથે વાતચીત દ્વારા વિશ્વાસ ઉભો કરી શકાય છે, જે શાંતિની સાથે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરશે.

ભારત અને પાકિસ્તાન દ્વારા જારી કરેલા સંયુક્ત નિવેદનમાં સરહદ પર યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. યુએસ અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ પણ આ નિર્ણયને આવકાર્યો છે. બંને દેશોના ડિરેક્ટર જનરલ ઓફ મીલીટરી ઓપરેશન્સ વચ્ચે યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા હતા. આ સિવાય, બંને એલએસી ના તમામ ક્ષેત્રોમાં સ્વતંત્ર, સુખદ અને સ્પષ્ટ વાતાવરણ અને તમામ ક્ષેત્રોની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.