દિલ્હી-

આખરે નક્કી થઈ ગયું કે, આગામી વર્ષે ગણતંત્રતા દિવસ પર યૂનાઈડેટ કિંગડમ (યૂકે)ના પીએમ બોરિસ જાેનસન મુખ્ય અતિથિ બનશે. યૂકેના આ મોટા સમ્માન જણાવતા પીએમ મોદીએ જી-7 સમિટ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. જેની મેજબાની બ્રિટેન કરવા જઈ રહ્યું છે. યૂકેના વિદેશ મંત્રી ડોમિનિક રાબે મંગળવારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત બાદ આ જાહેરાત કરી હતી.

બ્રિટેનના વિદેશ મંત્રીએ એ પણ કહ્યું કે, તેમનો દેશ ભારતની સાથે આર્થિક સંબંધ મજબૂત કરવા માગે છે. આ મુલાકાત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, તેમને આતંકવાદ અને કટ્ટરવાદના કારણે ઊભા થયેલા પડકારો પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, અમે અફગાનિસ્તાનની પરિસ્થિતિ અને ખાડી દેશ, હિંદ-પ્રશાંત ક્ષેત્ર સંબંધી ગતિવિધિયોની સમીક્ષા કરી.

જણાવી દઈએ કે, ગણતંત્ર દિવસ પર બ્રિટેના પીએમ બોરિસ જાેનસન મુખ્ય અતિથિ બનશે. છેલ્લા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ ના ગણતંત્ર સમારોહ માટે બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જાેનસનને મુખ્ય અતિથિ બનાવવાનું આમંત્રણ આપ્યું હતુ. 27 નવેમ્બરના ફોન પર વાતચીત દરમિયાન જાેનસને પીએમ મોદીએ આ નિમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને જાેનસને સ્વીકર કરી લીધુ છે. બ્રિટેનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે પણ તેની પુષ્ટી કરી છે.

બ્રિટેનના વિદેશ મંત્રી ડોમિનિક રાબ ભારતના પ્રવાસ પર છે. તેમણે આજે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત બાદ કહ્યું કે, અમે ભારતની સાથે આર્થિક સંબંધ મજબૂત કરવા માગીએ છીએ. તેમણે કહ્યું કે, આતંકવાદ અને કટ્ટરવાદના કારણે ઊભા થયેલ પડકાર પર ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે, 27 વર્ષ બાદ બ્રિટીશ વડાપ્રધાન આવતા મહિને ભારતના ૭૦ મા પ્રજાસત્તાક દિન પર મુખ્ય મહેમાન બનશે. આ પહેલા જ્હોન મેજર 1993 માં નવી દિલ્હીમાં યોજાયેલા રિપબ્લિક ડે પરેડમાં ભાગ લઈ ચૂક્યા છે.