વોશિગ્ટંન-

જ્યારે ભારત સરકારે ચાઇનીઝ મોબાઈલ એપ ટિકિટોક પર પ્રતિબંધ મૂક્યો ત્યારે વિશ્વમાં એક મોટો સંદેશ ગયો. આ પછી અમેરિકાએ પણ આ દિશામાં પગલા ભરવાના સંકેત આપ્યા હતા. હવે યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન કહે છે કે જો યુએસ અને યુરોપિયન દેશો ટિકટોક ઉપર પ્રતિબંધ મૂકશે તો ચીન પાસેથી જાસૂસ હથિયાર છીનવાઇ જશે.

એક ઇન્ટરવ્યૂમાં ઓ બ્રાયને દાવો કર્યો હતો કે ટ્રમ્પ વહીવટ ચીની એપ્લિકેસન અંગે ખૂબ કડક છે અને આગામી દિવસોમાં ટિકિટલોક, વી ચેટ જેવી એપ્સ પર કાર્યવાહી જોઇ શકાય છે. 

તેમણે કહ્યું કે ભારતે પહેલાથી જ તેમના પર પ્રતિબંધ લગાવી દીધો છે, હવે જો અમેરિકા પણ આ કરે અને યુરોપિયન દેશો પણ પગલાં લે તો ચીનને મોટો આંચકો લાગશે. ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના જાસૂસી સાધનો એક સાથે સમાપ્ત થઈ જશે. જે બાળકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે તે માટે તે સારું છે, પરંતુ ટિકટકોક તેના દ્વારા તમારી સંપૂર્ણ ઓળખ લઈ રહ્યું છે.

અમેરિકન એનએસએએ દાવો કર્યો હતો કે ટિકિટોક હવે દરેક માનવીનો અંગત અને ખાનગી ડેટા લઈ રહ્યો છે. તેઓ જાણે છે કે તમારા મિત્રો અને તમારા પિતા કોણ છે, તમે ક્યારે અને ક્યાં છો. આ લોકો આવનારા સમયમાં તેનો ખોટો ઉપયોગ કરી શકે છે.