દિલ્હી-

આખી દુનિયા કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં હાલ વેક્સીનને જ આ જીવલેણ વાયરસથી બચાવાનો કારગર ઉપાય મનાઇ રહ્યો છે પરંતુ આ બધાની વચ્ચે માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને દુનિયાના ટોપ બિઝનેસમેન બિલ ગેટ્‌સ એ વાતને લઇ આલોચનાના કેન્દ્રમાં આવી ગયા છે કે ભારત સહિત વિકાસશીલ દેશોની સાથે રસીની ફોમ્ર્યુલા શેર કરવી જાેઇએ નહીં. હકીકતમાં સ્કાય ન્યૂઝની સાથે ઇન્ટરવ્યુમાં બિલ ગેટસને પૂછયું કે રસી પરથી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટસ હટાવી લેવા જાેઇએ અને તેને દુનિયાના દેશોની સાથે શેર કરવા જાેઇએ તો શું તેનાથી બધાને રસી પહોંચાડવામાં મદદ મળશે?

તેના પર બિલ ગેટસે તરત જ કહ્યું કે ના. તેમણે કહ્યું કે દુનિયામાં રસી બનાવતી ઘણી બધી ફેકટરીઓ છે અને લોકો રસીની સુરક્ષાને લઇ ખૂબ જ ગંભીર છે. તેમ છતાંય દવાની ફોમ્ર્યુલા શેર કરવી જાેઇએ નહીં. અમેરિકાની જાેન્સન એન્ડ જાેન્સનની ફેકટરી અને ભારતની એક ફેકટરીમાં અંતર હોય છે. રસી આપણા પૈસા અને વિશેષજ્ઞતાથી બનાવે છે.બિલ ગેટસે આગળ કહ્યું કે રસીની ફોમ્ર્યુલા કોઇ રેસિપીની જેવી નથી કે તેને કોઇપણની સાથે શેર કરી શકાય અને આ માત્ર બૌદ્ધિક સંપદાનો મામલો નથી. આ રસીને બનાવામાં ખૂબ જ સાવધાની રાખવી પડે છે, ટેસ્ટિંગ કરવાનું હોય છે, તેનું ટ્રાયલ કરવાનું હોય છે. રસી બનાવા દરમ્યાન દરેક વસ્તુમાં ખૂબ જ સાવધાની રાખવાની હોય છે.બિલ ગેટસ અહીંથી થોભ્યા નહીં. તેમણે આગળ કહ્યું કે તેમાં કોઇ હેરાનીની વાત નથી કે ધનિક દેશોએ રસી માટે પહેલાં ખુદને પ્રાથમિકતા આપી છે. બિલ ગેટસે કહ્યું કે એ વાત સાચી છે કે અમેરિકા અને બ્રિટનમાં ૩૦ વર્ષની ઉંમરના લોકોને પણ રસી લગાવી રહ્યા છે પરંતુ બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકામાં ૬૦ વર્ષવાળા રસી લઇ શકતા નથી. આ અનુચિત છે. ગંભીર કોરોના સંકટનો સામનો કરી રહેલા દેશોના બે-ત્રણ મહિનામાં રસી મળી જશે. બિલ ગેટસનો કહેવાનો આશય હતો કે એક વખત વિકસિત દેશોમાં વેકસીનેશન પૂરું થઇ જાય તો ગરીબ દેશોને પણ રસી આપી દેવામાં આવશે. બિલ ગેટ્‌સની આ વાતો પર તેની ખૂબ આલોચના થઇ રહી છે. બ્રિટન સ્થિત યુનિવર્સિટી ઓફ અસેક્સમાં લૉના પ્રોફેસર તારા વાન હો એ ટ્‌વીટ કરી કે બિલ ગેટસ બોલી રહ્યા છે કે ભારતમાં લોકોના મોતને રોકી શકાતા નથી. પશ્ચિમ કયારે મદદ કરશે? વાસ્તવમાં અમેરિકા અને બ્રિટને વિકાસશીલ દેશોનું ગળું દબાયું છે. આ ખૂબ જ ધૃણાસ્પદ છે.