વાઘોડિયા  -

વાઘોડિયા-વડોદરા રોડ વચ્ચે ઊંચા ટેકરા બની જતા વાહનચાલકો માટે જોખમી બની રહ્યો છે. ગણતરીના દિવસોમાં જ રિપેરીંગ બાદ રોડની દુરદશા સર્જાતા મનમુકી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રાવ ઊઠી છે. વાઘોડિયામા વરસાદ બાદ રોડપર ઠેરઠેર પડેલા ગાબડાઓને રિપેર કરવાની બુમો ઊઠતાં હજુ દસેક દિવસ પહેલાજ વાઘોડિયાથી પિપડીયા સુઘીની સડક પર પડેલા ગાબડાઓને સ્ટેટરોડ એથોરીટી ઘ્વારા પુરજોશ મા કાર્પેટ અને ડ્રેસીંગ કરી ગાબડા પુરવાની કામગીરી હાથ ધરાઈ હતી.પરંતુ સડક રિપેર કર્યાના ગણતરીના દિવસોમાં જ રોડ બીસ્માર થઈજતા વાહનચાલકોને મુસીબત વેઠવાની શરૂઆત થઈ ગઈ છે.

વાઘોડિયા -વડોદરા રોડ પર વિજકંપની પાસે, શંકરચોકડીપાસે, ડોમેક્ષ ચોકડી પાસે, અપોલો ટાયર, પારૂલ હોસ્પીટલ પાસે તથા કમલાપુરા પેટ્રોલપંપ પાસેની સડક રિપેર કર્યા બાદ પણ ઠેરઠેર સડક વચ્ચોવચ્ચ એક ફૂટ જેટલી ઊપસી જતા ટેકરાઓ બની જવા પામ્યા છે. ડે. એન્જીનીઅર ધવલભાઈ પટેલે કહ્યું હતું કે આ કામ શિવમ એજન્સી ઘ્વારા કરવામા આવ્યુ છે. રોડ ડેમેજ હોયતો જે એજન્સીએ કામ કર્યુ હોય તેજ રિપેર કરે. આ દોઢ કિમી લાંબા રોડપર રોડ વચ્ચે ઊપસી આવેલી ઊબેટનું સેમ્પલીંગ અમારી ટીમ ઘ્વારા લેવામા આવશે. અને વારંવાર થતી સમસ્યાનો હલ કરવા ગવર્મેન્ટની લેબમા ટેસ્ટીંગ માટે સેમ્પલ મોકલી અપાશુ.