વડોદરા, તા.૧૬

વડોદરા શહેરના પ્રતાપનગર રોડ ઉપરઆવેલ અલ્પના સિનેમા ગૃહમાં કેજીએફ ચેપ્ટર ૨ ફિલ્મના રાત્રીના છેલ્લા શોમાં ઘૂસી આવેલા ચાર માથાભારે શખ્સાને તેમની સીટ પર બેસવાનુ કહેતા ટોકિઝના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. માથાભારે શખ્સોએ ટોકિઝનો ૧૭ ફૂટ લાબો થ્રીડી પડદો અને ખુરશીઓની તેમજ ટોકીઝના દરવાજાના કાચની તોડફોડ કરી ફરાર થઇ ગયા હતા.શો દરમિયાન બનેલી આ ઘટના થી ટોકીઝમાં નાસભાગના દ્રષ્યો સર્જાયા હતા. આ બનાવ અંગેની ફરિયાદ મોડી રાત્રે વાડી પોલીસ સ્ટેશનમાં નોધાતા પોલીસે સીસીટીવી ના આઘારે તપાસ હાથ ધરી હતી. જાે કે આજે મોડી સાંજે પોલીસે ટોકીઝમાં તોડફોડ કરનાર ચારેય શખ્સોની અટકાયત કરી હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળે છે.

વાડી પોલીસ મથકમાં અલ્પના ટોકિઝના કેશિયર નિમેશ નિકુંજભાઇ કડકીયાએ ટોકિઝમાં બનેલા બનાવ અંગે ચાર માથાભારે યુવાનો સામે ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે, અલ્પના સિનેમાગૃહમાં કેજીએફ ચેપ્ટર ૨ ફિલ્મ ચાલી રહી હતી. જેમાં રાત્રીના છેલ્લા શોમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ફિલ્મ જાેવા માટે આવ્યા હતા. જેમાં ચાર જેટલા યુવાનો પોતાની જગ્યા છોડીને પ્લેટીનમ વિભાગમાં બીજી સીટ ઉપર બેઠા હતા. ત્યારે ટિકીટ ચેકર કાદરભાઇ ગનીભાઇ કુરેશી અને રાકેશભાઇ કાતિભાઇ બારીયાએ ચાર યુવાનોને તેઓની સીટ ઉપર બેસવા માટે જણાવતાં મામલો બીચક્યો હતો. પોલીસ ફરિયાદ માં જણાવ્યા મુજબ ઉશ્કેરાયેલા માથાભારે યુવાનોએ બંને ટિકીટ ચેકરો કાદરભાઇ કુરેશી અને રાકેશભાઇ બારીયાને ગડદાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત માથાભારે યુવાનોએ ૧૭ ફૂટ લાબો થ્રીડી પડદો ફાડી નાખ્યો હતો. તેમજ ટોકિઝ સ્થિત ખુરશીઓની તોડફોડ કરી ને રૂા. ૪ લાખનું નુકશાન પહોચાડ્યું હતું. મોડી રાત્રે બનેલા બનાવને પગલે પ્રેક્ષકોમાં ગભરાટ ફેલાઇ હતો અને નાસભાગ મચી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં વાડી પોલીસ મથકનો કાફલો દોડી આવ્યો હતો. બનાવ અંગે વાડી પોલીસે ફરિયાદના આધારે ચાર અજાણ્યા શખ્સો સામે મારામારી, તોડફોડનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે માથાભારે શખ્સોને શોધી કાઢવા ટોકિઝમાં લાગેલા સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરી છે.જેમાં ટોકીઝની બહાર આવેલ બેન્કની સામે ટ વ્હિલર લઈને આવ્યા હોંવાની વિગતો પ્રકાશમાં આવી હતી.પોલીસે ટુ વ્હિલરના નંબરના આધારે ચારેશખ્સોના ઘરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ટોકીઝમાં તોડફોડની ઘટના બાદ શો કેન્સલ કરાયો ઃ તમામને રિફંડ આપવામાં આવ્યું

અલ્પના ટોકીઝમાં ગત રાત્રીના છેલ્લા શો દરમિયાન તોડફોડ અને સ્ક્રિનનો પડદો ફાડી નાંખવાની ઘટના બાદ પ્રેશકોમાં નાસભાગના દ્રષ્યો સર્જાયા હતા.જાેકે આ ઘટના ને પગલે સ્ક્રિનને પણ નુકસાન થતા ફિલ્મ દર્શાવી શકાય તેમ ન હોંવાથી શો કેન્સલ કરાયો હતો.અને અન્ય તમામ પ્રેક્ષકોને રીફંડ આપવામાં આવ્યુ હોંવાનુ તેમજ સ્કિનના પડદાના રીપેરીંગની કામગીરીના કારણે મોર્ન્િંાગ શો પણ રદ્દ કરાયા બાદ બપોરે ૧૨ વાગ્યા થી ફિલ્મનો શો રાબેતા મુજબ શરૂ કરાયો હોંવાનુ જાણવા મળે છે.