વડોદરા : ગોત્રી દુષ્કર્મનો મામલો પ્રારંભથી જ પેચીદો બન્યો હતો. મોટા માથાઓ સામે ફરિયાદ ઉપરાંત ફરિયાદીની બૂટલેગર સાથેની મિત્રતાને લઈને અનેક શંકાઓ ઊભી થઈ હતી. જેને લઈને આ મામલો હનીટ્રેપનો છે કે દુષ્કર્મનો એવા સવાલો ઊભા થઈ રહ્યા હતા. પરંતુ પોલીસની તપાસ જેમ જેમ આગળ ધપતી જાય છે તેમ તેમ આ મામલો સ્પષ્ટ થતો જાય છે. મંગળવારે અદાલત સમક્ષ મુકાયેલા મજબૂત પુરાવાઓને લઈને કાનૂનના જાણકારો પણ રેપકાંડની પોલીસની થિયરી સાચી હોવાનું માની રહ્યા છે.

પીડિતાની ફરિયાદ લેવામાં જ લાંબો સમય વેડફાયો હોવા ઉપરાંત આરોપીઓને જાણકારી અપાઈ દેવાઈ હોવાના પીડિતાના આક્ષેપ છે ત્યારે આરોપી રાજુ ભટ્ટની ધરપકડ બાદ તપાસ યોગ્ય દિશામાં થઈ રહી હોવાનું જણાવી પીડિતાએ સંતોષ વ્યક્ત કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. બીજી તરફ દુષ્કર્મ બાદ માનસિક આઘાતમાંથી બહાર આવ્યા બાદ રેપકાંડને લગતા વધુ પુરાવાઓ અદાલત સમક્ષ પીડિતાએ રજૂ કરતાં પીડિતા જ્યાં રહેતી હતી તે નિસર્ગ ફલેટમાં આરોપી અશોક જૈન અથવા રાજુ ભટ્ટે જ છૂપા કેમેરા ગોઠવ્યા હોવાનું સાબિત થઈ રહ્યું છે. કારણ કે, પીડિતાના મોબાઈલ ફોન ઉપર આરોપી અશોક જૈન દ્વારા જ આપત્તિજનક ફોટાઓ મોકલી મોઢું બંધ રાખવાની ધમકી ઉચ્ચારવામાં આવી હોવાનું કોર્ટને પીડિતાએ ભારપૂર્વક જણાવી આ અંગેના સ્ક્રીનશોટ આપ્યા છે. ત્યારે હવે સ્પાય કેમેરાના મેમરી કાર્ડનો પેચીદો બનેલો સવાલ લગભગ ઉકલી ગયો છે. કારણ કે, સ્પાય કેમેરો આરોપીઓએ ગોઠવ્યા હોય તો જ એમની પાસે પહેાલ ફોટા આવે અને એ માટે કેમેરામાંથી મેમરી કાર્ડ કાઢવું જરૂરી છે. ત્યારે હવે પોલીસે આરોપીઓ પાસેથી જ રિકવર કરવાનું રહેશે એવું મનાય છે. જાે કે, બે પૈકી મુખ્ય આરોપી હજુ ુસધી ફરાર છે ત્યારે અશોક જૈન ઝડપાયા બાદ જ મેમરી કાર્ડનો ભેદ ઉકેલાશે એમ કહેવાય છે.

અશોક જૈન દ્વારા જ પીડિતાને ફોટા મોકલાયા હતા

પીડિતા યુવતી દ્વારા અદાલત સમક્ષ આરોપી અશોક જૈન દ્વારા વોટ્‌સએપ ઉપર મોકલાયેલા ફોટાઓના સ્ક્રીનશોટ પણ અદાલત સમક્ષ રજૂ કરાતાં આ મામલો હવે હનીટ્રેપ નહીં, પરંતુ રેપનો જ હોવાનું માનવામાં આવે છે. આરોપીએ વકીલ દ્વારા આ ફોટા અલ્પુ સિંધી નામના બૂટલેગરે વાયરલ કર્યા હોવાની રજૂઆત કરીહ તી. પરંતુ આગોતરા જામીનઅરજીનો વિરોધ કરતાં પીડિતાના વકીલ જગદીશ રામાણી દ્વારા યુવતીને અશોક જૈનના વોટ્‌સએપથી મોકલાયેલા ફોટાના સ્ક્રીનશોટ પણ રજૂ કરાતાં હવે સ્પાય કેમેરો અશોક જૈન કે રાજુ ભટ્ટ દ્વારા જ લગાવાયા હોઈ શકે એવું માનવાના કારણ ઊભા થયા છે.

અલ્પુ સિંધીએ ફરિયાદ નોંધવામાં મારી મદદ કરી છે ઃ પીડિતા

અલ્પુ સિંધીના ગુનાહિત ભૂતકાળને વારંવાર ઉછાળી રેપના મામલાની તપાસને આડે પાટે ચઢાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવો સૂર પીડિતા યુવતીએ અદાલત સમક્ષ રજૂ કરેલા ૧૦ પાનાના સોગંદનામામાં રજૂ કરી અલ્પુ સિંધીનો ધંધો ગમે તે હોય પરંતુ આ દુષ્કર્મના મામલામાં ફરિયાદ કરવા માટે મને માનસિક રીતે તૈયાર કરી છે. ત્યારે અલ્પુ સિંધી સામે શંકા કરવી યોગ્ય નથી. પીડિતા તરફથી હાજર રહેલા સિનિયર ધારાશાસ્ત્રી જગદીશ રામાણીએ પણ આ કેસમાં અશોક જૈન અને રાજુ ભટ્ટ આરોપી છે ત્યારે જાણે અલ્પુ સિંધી પણ આરોપી હોય એવા વર્તનથી પીડિતા દુઃખી હોવાનું જણાવ્યું છે.

પીડિતા પુનઃ એક્શનમાં આવી

વતનમાં ચિંતા કરતા માતા-પિતાને મળીને પરત ફરેલી પીડિતા પણ હવે એક્શન મોડમાં આવી છે. ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચમાં પહોંચી તપાસ અંગેની વિગતો મેળવી હતી. જ્યારે દુષ્કર્મના મામલા અંગે સલાહ લેવા સિનિયર ધારાશાસ્ત્રીને આજે મળી હતી. જાે કે, દુષ્કર્મ બાદ આઘાતમાં સરી પડેલી પીડિતા હવે માનસિક રીતે સ્વસ્થ થઈ હોવાનું લાગી રહ્યું છે. પરંતુ શારીરિક રીતે હજુ પણ કમજાેર હોવાનું પીડિતાના નજીકના વર્તુળોએ જણાવ્યું છે.

આરોપી અશોક જૈન વારંવાર સ્થળ બદલે છે

ગોત્રીના હાઈપ્રોફાઈલ રેપકેસમાં શહેર પોલીસ કમિશનરનું સીધું સુપરવિઝન અને એસઆઈટી (સીટ)ની રચના છતાં ૧૯મા દિવસે પણ મુખ્ય આરોપી અશોક જૈન હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે પોલીસની જુદી જુદી ટીમો રાજ્ય અને અન્ય રાજ્યોમાં તપાસ ચલાવી રહી છે. પરંતુ સફળતા નહીં મળતી હોવાથી પોલીસ વિભાગ ઉપર દબાણ વધતું જાય છે. પરંતુ નજીકના સમયમાં જ એ ઝડપાઈ જશે એવી આશા પોલીસ વિભાગે વ્યક્ત કરી છે. આરોપી અશોક જૈન વારંવાર આશ્રયસ્થાનો બદલતો હોવાથી પોલીસને મુશ્કેલી પડી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.