સુરત- 

સુરતની હોમગાર્ડની મહિલા કર્મચારીનો વીડિયો વાઈરલ થયો છે. ગાર્ડની વર્દીમાં સોશિયલ મીડિયા માટેના વીડિયો બનાવ્યા છે. ત્યારે હોમ ગાર્ડના ઓફિસરે આ વીડિયો મામલે તપાસ સોંપી છે. C ઝોનના કમાન્ડિંગ ઓફિસરને તપાસ સોંપવામાં આવી છે. અગાઉ આવા કેસોમાં બે જવાન સામે શિક્ષાત્મક પગલાં ભરાયા હતા. સુરતના શોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં હોમગાર્ડ મહિલા જવાને બોલીવુડના એક ડાયલોગ પર વર્દીમાં એક શોર્ટ વિડીયો બનાવી શોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. એટલું નહિ પણ હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે તાત્કાલિક પગલાં ભરવા માગ કરાઈ રહી છે. અગાઉ આવા કેસોમાં બે જવાન સામે શિક્ષાત્મક પગલાં ભરાયા હોય તો મહિલા હોમગાર્ડ સામે કેમ નહિ એવા પ્રશ્નો ઉભા થયા હતાં. જેમાં હોમગાર્ડ મહિલા જવાને બોલીવુડના એક ડાયલોગ પર વર્દીમાં એક શોર્ટ વિડીયો બનાવી શોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.