લુણાવાડા : મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામની ડીયાપ્રાથમિક શાળામાં દીવાલ ધરાશાઈ જતાં શાળામાં વિધાર્થીઓ ન હોવાના કારણે મોટી ઘટના ટળી હતી.  

આ ઘટનાની કોઇજ અસર ન થઈ હોય તેમ આચાર્ય દ્વારા બેહુદ વર્તન કરવામાં આવ્યું છે. અધિકારીઓને પોતાના ખિસ્સામાં રાખતા હોય અને પોતાના ઇશારે ચલાવતા હોય એવો રૂઆબ ધરાવતા આ આચાર્ય દ્વારા કોઇપણ પ્રકારની માહિતી ન આપવાં માટે હું બંધાયેલ નથી તેવું કહીને તમામ ઘટનાને દબાવી દેવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આચાર્ય દ્વારા આપવામાં આવેલ જવાબમાં ભલે શાળાનું નુકસાન થઈ જાય કે પછી વિધાર્થીઓને નુકસાન થાય પરંતુ મને કોઈ સવાલ નઈ પૂછવાનો? તમને કોઈ અધિકાર નથી જવાબ લેવાનો જેવી વલણથી સ્પષ્ટ થાય છે કે કોઈ મોટી ઘટનનથી પણ શાળાના આચાર્ય ને કોઇપણ ફર્ક પડતો નથી. આર્ચાયએ કહ્યું હતું કે મને કેમ સવાલ પૂછો છો? મારી પાસે કોઈ જવાબ નઈ માગવાનો તને કોઈ અધિકાર છે સવાલ પૂછવાનો? મે આ સમગ્ર ઘટનાની જાણ બી.આર.સી ને કરી દીધી છે અને લેખિત રિપોર્ટ પણ સબમિટ કરાવી દીધો છે એટલે તમારે જે પૂછવું હોય એ ત્યાં પૂછો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે હું આ સમગ્ર ઘટનાથી અજાણ છું અને મને કોઈ ખ્યાલ નથી પરંતુ હું સમગ્ર ઘટનાની તપાસ કરીને જે કંઈપણ હશે તેને બહાર લાવવાનો પ્રયત્ન કરીશ.