અમદાવાદ-

અમદાવાદ કોર્પોરેશન ઘ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગોતા પાસેના જમીનમાં સ્મૃતિ વન બનવા માટેનું આયોજન કોર્પોરેશન ઘ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ ગઈકાલે અચાનક પડેલા વરસાદમાં કોર્પોરેશનના આ પ્રોગામ પર પાણી ફરી વળ્યું હતું. અમિતશાહના મત વિસ્તારમાં વૃક્ષોવાવી અને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવાની હતી પરંતુ વરસાદ પડતા જ આ જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા જેને લઈને કોર્પોરેશન એ પોતાનો વૃક્ષારોપણ નો પ્રોગામ બંધ રાખ્યો હતો. 

જોકે ગઈકાલે પડેલા 50 મિલિમિટર વરસાદમાં તો અનેક જગ્યાએ પાર રોડ ધોવાઈ ગયા હતા અને ઠેર ઠેર વૃક્ષો પડી ગયા હતા જેને લઈને કોર્પોરેશનની પ્રિ મોન્સૂન કામગીરી ની પોલ ખુલી ગઈ હતી કોર્પોરેશનના પ્રી મોન્સૂન કામગીરીના દવા પણ પોકળ સાબિત થાય હતા.થોડા વરસાદમાં આ પરિસ્થિતિ છે તો ચોમાસાની સિઝન મા લોકોને કેવી હાલાકી પડશે તેનો વિચાર કોર્પોરેશન ઘ્વારા કરવામાં આવ્યો નથી નવી રચાયેલી કમિટીમાં વોટર સપ્લાય કમિટી ના જતીન પટેલ એ મોટી મોટી વાતો કરી છે પરંતુ આ વાતો ફક્ત કાગળ પર છે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા છે ત્યારે હજી સુધી કોઈ જ કામગીરી આ બાબતે કરવા આવી નથી. કોર્પોરેશનના અધિકારીઓ ફક્ત ઉજવણી અને ફોટો શેશન માટે જ આવે છે એના સિવાય ક્યાંય અધિકારીઓ જનતા ના પ્રશ્નો માટે બહાર આવતા નથી કોર્પોરેશનને નવી કમિટી મળી ગઈ છે નવા અધિકારીઓ મળી ગયા છે પરંતુ કોઈ કામ જનતા ના થતા નથી જેવી પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ હાલ ની સ્થિતિમા જોવા મળી રહી છે