અમદાવાદ

મહારાષ્ટ્રની ચાર યુવતીઓએ શોર્ટકટથી પૈસા કમાવવા માટે મહારાષ્ટ્રથી અમદાવાદ દારૂની ખેપ મારવા લાગી હતી. બીજી બાજુ કૃષ્ણનગર પોલીસને બાતમી મળતા આ ચારેય યુવતીને બીયરના 214 ટીન સાથે ઝડપી પાડી હતી. આ ચારેય યુવતીઓ અગાઉ પણ અમદાવાદમાં દારૂ લાવીને કુબેરનગરના બુટલેગરને દારૂનો જથ્થો આપ્યો હોવાનુ પણ સુત્રો દ્રારા જાણવા મળી રહ્યું છે.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જે.ચૌહાણની ટીમને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રની કેટલીક યુવતી વિદેશી દારૂનો જથ્થો લઈને નવા નરોડા વિસ્તારમાં આવેલ નવી કેનાલ પાસેથી પસાર થવાની છે. જેના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવીને બેઠે હતી. દરમિયાન આ ચાર યુવતીઓ ત્યાં આવી પહોંચતા પોલીસે તેમને રોકી તેમની બેગ ચેક કરી ત્યારે તેમાથી 214 બીયરના ટીન મળી આવ્યા હોવાથી ચારેય યુવતીઓની ધરપકડ કરી છે. પુછપરછ કરતા આ યુવતીઓએ પોતાના નામ લક્ષ્મી માછરે, પુર્ણીમા ભાટ, પુજા તમાઉચીકર અને સુનિતા ટીડેગેન અને ચારેય મહારાષ્ટ્રની હોવાનું જાણવા મળ્યું હતું. આ ચારેય આ દારૂનો જથ્થો કુબેરનગરમાં રહેતા બુટલેગર તેજસ તમચેને આપવાની હોવાની પણ જાણ કરી હતી. પોલીસે વધુ પુછપરછમાં જાણવા મળ્યું કે, મહારાષ્ટ્રની ચાર યુવતીઓ શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચે દારૂની ખેપ મારવા લાગ્યા હતા. અગાઉ પણ અમદાવાદમાં દારૂની ખેપ મારી હોવાનું પણ જણાવ્યું હતું. જો કે પોલીસે આ અંગે વધુ પુછપરછ હાથધરી છે.