દિલ્હી-

નવી દિલ્હી એનસીઆર સહીત ઉતર ભારતનાં મોટાભાગનાં રાજયોમાં ધુળીયુ વાવાઝોડુ અને હળવા વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળી છે. દરમ્યાન હવામાન વિભાગે દક્ષિણ ભારતનાં અનેક રાજયોમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

ભીષણ ગરમીનો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓ માટે શુક્રવારનો દિવસ રાહત આપવાનો હતો.ધુળીયા વાવાઝોડા બાદ હળવા વરસાદથી મોસમ ખુશનુમા બની ગયુ હતું. કયાંક કયાંક તો મોડી રાત સુધી કમોસમી વરસાદનો દોર ચાલતો રહ્યો હતો. મોસમની આ રાહત આજે શનિવારે પણ ચાલુ રહી શકે છે. દિલ્હીમાં આજે સવારે હળવી ઠંડી અનુભવાઈ હતી. બીજી બાજુ બિહારનાં હવામાનમાં પણ ઉતાર-ચઢાવ ચાલુ છે. પરંતૂ લુના કારણે લોકો પરેશાન થઈ ગયા છે.

પટણાનાં હવામાન શાસ્ત્રીનું કહેવુ છે કે રાજધાનીમાં આકાશમાં હાલ વાદળો છવાયેલા હોવાથી તાપમાનમાં ઘટાડો થયો છે. આ સ્થિતિ આગામી બે દિવસ સુધી રહેશે. ઝારખંડમાં આગામી 96 કલાક સુધી આકાશમાં વાદળ છવાયેલા રહી શકે છે. હવામાન વિભાગના અનુસાર 15 થી 20 એપ્રિલ દરમ્યાન અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રીપુરામાં ગર્જના સાથે હળવો અને ભારે પવન વાઈ શકે છે.