છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં અઠવાડિયાના ૭ દિવસોમાં જુદા જુદા દિવસે અલગ અલગ ગામોમાં અઠવાડિક હાંટ બજાર ભરાય છે. જેમાં આજરોજ શનિવાર નો હાંટ છોટાઉદેપુર ખાતે ભરાવવાનો હોય પરંતુ કોરોના ર્ષ્ઠદૃૈઙ્ઘ૧૯ ના વધતા જતા કેસો ને કારણે જિલ્લા કલેકટર દ્વારા હાંટ બજાર, સરઘસ સભાઓ, ધાર્મિક મેળાવડાઓ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને વધુ મેદની એકત્રિત ન થાય અને કોરોના સંક્રમણ અટકે તે હેતુથી છોટાઉદેપુર નગરમાં ભરાતો શનિવારનો હાંટ બજાર બંધ રાખવામાં આવ્યો હતો

છોટાઉદેપુર જિલ્લામાં કોવિડ ૧૯ કેસોનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૯૧૧ જેટલા કેસ થઈ ગયા છે. છેલ્લા ૨૩ જેટલા દિવસથી કેસો ની સંખ્યામાં ભારે વધારો થતાં નગરમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. વધતા જતા કોરોના કેસના કારણે તંત્ર પણ ભારે એક્શનમાં આવી ગયું છે. અને સાવચેતીના રૂપે કડક પગલાં ભરાઈ રહ્યા છે. આજરોજ નગરમાં ભરાતો શનિવારનો હાંટ બંધ રાખવામાં આવતા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી પ્રજા અટવાઈ ગઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં હાંટ બજાર ઉપર પ્રતિબંધ અંગે ખાસ જાણકારી ન હોય ન હોય જેથી વેપાર અર્થે આવતા વેપારીઓ, ગ્રામીણ વિસ્તારમામાંથી આવતા શાકભાજી વેચવા અર્થે આવતા આદિવાસીઓ તથા ખરીદી કરવા અર્થે આવતી પ્રજા અટવાઈ પડી હતી અને પરત ફરવાનો વારો આવ્યો હતો. શનિવારના દિવસે ભરાતા હાટમાં ચિક્કાર મેદની જાેવા મળતી હોય છે. પરંતુ આજરોજ આખું નગર સુમસામ જાેવા મળ્યું હતું. શનિવાર ના હાંટ ને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ લાગતું હતું. છોટાઉદેપુર નગરમાં તંત્ર દ્વારા જાહેર માર્ગો ઉપર ટ્રેકટર ની ટ્રોલીઓ મૂકી તથા ટેન્કરો મૂકી મુખ્ય બજારની અંદર મેદની એકત્રિત ન થાય તે હેતુથી રસ્તા રોક લગાવવામાં આવી હતી. હોળી પર્વનો છોટાઉદેપુર વિસ્તારમાં હોળી પર્વનો તહેવાર મુખ્ય હોય અને નજીકના દિવસોમા હોળીનો તહેવાર આવતો હોય છે.