નવી દિલ્હી,તા.૨૯ 

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ૩ ટેસ્ટની સીરિઝમાં બ્લેક લાઇવ્સ મેટર લોગો વાળી ટી-શર્ટ પહેરીને રમશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્વારા પણ તેને મંજૂરી આપવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કોરોનાવાયરસ વચ્ચે લગભગ ૩ મહિના પછી આ સીરિઝથી પુનરાગમન કરી રÌšં છે. પ્રથમ ટેસ્ટ ૮ જુલાઈના રોજ ઇંગ્લેન્ડના સાઉથહેમ્પટનમાં રમાશે. તાજેતરમાં અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. તે બાદ વિશ્વભરમાં રંગભેદ સામેના વિરોધ પ્રદર્શન શરૂ થયાં હતાં.આ પછી, ફૂટબોલ અને ક્રિકેટ સિવાય, બધા રમતગમતના ખેલાડીઓએ બ્લેક લાઇવ્સ મેટર આંદોલનને ટેકો આપ્યો. ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડર, ડેરેન સેમી, ક્રિસ ગેલ અને ડ્‌વેન બ્રાવોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. આઈસીસીએ પણ તેમને સમર્થન આપ્યું છે. જેસન હોલ્ડર તેને મોટો ફેરફાર કહે છે. તેણે ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફોને કહ્યું કે, “અમારું માનવું છે કે આ મજબૂત લોકો સામે અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે. દરેકે જાગૃતિ માટે મદદ કરવી જાઈએ.