ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સાઉધમ્પ્ટન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. દિવસની રમતના અંત સુધીમાં વેસ્ટ ઇન્ડીઝે છ વિકેટના નુકસાન પર 269 રન બનાવ્યા છે. શેન ડોરીચ 44 અને જેસન હોલ્ડર 0 રમી રહ્યો છે.

આ સિદ્ધિ 64 ટેસ્ટમાં મેળવી. તેનાથી ઓછી ટેસ્ટમાં આ માઇલસ્ટોન અચીવ કરનાર એકમાત્ર પ્લેયર ગેરી સોબર્સ (63 ટેસ્ટ) છે.  ક્રેગ બ્રેથવેટ સ્ટોક્સની બોલિંગમાં LBW થયો હતો. તેણે પોતાના કરિયરની 18મી ફિફટી ફટકારતા 125 બોલમાં 6 ફોરની મદદથી 65 રન કર્યા હતા. તેણે 2 વર્ષ પછી ટેસ્ટમાં ફિફટી મારી, છેલ્લે જુલાઈ 2018માં બાંગ્લાદેશ સામે મારી હતી.

કીપર ડાઉરિચે પણ બેટ વડે શાનદાર ફોર્મ દાખવ્યું હતું. તેણે 115 બોલની ઇનિંગ્સ દરમિયાન 8 ફોર થકી 61 રન કર્યા હતા. અગાઉ 2017માં ઇંગ્લેન્ડના પ્રવાસે ડાઉરિચે 6 ઇનિંગ્સમાં 24 રન જ કર્યા હતા.  શાઇ હોપ સ્પિનર ડોમિનિક બેસની બોલિંગમાં ડ્રાઈવ મારવા જતા માત્ર એજ મેળવી શક્યો હતો, બેન સ્ટોક્સે સ્લીપમાં તેનો સરળ કેચ કર્યો હતો. હોપે 64 બોલમાં 1 ફોરની મદદથી 16 રન કર્યા હતા. અગાઉ હોપ 16 રને જ આર્ચરની બોલિંગમાં LBW આઉટ થયો હતો, જોકે આર્ચરે ક્રિઝ ઓવરસ્ટેપ (નો-બોલ) કરતા ત્યારે હોપને જીવનદાન મળ્યું. જોકે તે આનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો.

આ રીતે, વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ દાવના આધારે ઇંગ્લેન્ડ સામે 65 રનની લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને ત્રણ અને ડોમ બેસે 2 વિકેટ લીધી હતી. બીજા દિવસે ખરાબ પ્રકાશને લીધે રમત વહેલી તકે સમાપ્ત થવી પડી. આની ભરપાઈ કરવા માટે આજે અડધો કલાકનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે. જણાવી દઈએ કે વેસ્ટ ઇન્ડીઝ તરફથી ક્રેગ બ્રૈથવેટે સૌથી વધુ 65 અને રોસ્ટન ચેઝે 47 રન બનાવ્યા હતા. બ્રેથવેટ આ સિરીઝમાં પ્રથમ અર્ધસદી ફટકારી છે.

તેણે છેલ્લે બે વર્ષ પહેલા બાંગ્લાદેશ સામે અડધી સદી ફટકારી હતી. તેને ઇંગ્લેન્ડના કેપ્ટન કે બેન સ્ટોક્સે આઉટ કર્યો હતો. કેપ્ટન તરીકેની તેની આ પ્રથમ વિકેટ છે. પ્રથમ દિવસે કેપ્ટન જેસન હોલ્ડરની છ વિકેટની મદદથી વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડને 204 રનમાં આઉટ કરી દીધું હતું. વરસાદને કારણે પહેલા દિવસે માત્ર 17.4 ઓવર જ બોલાઈ ગઈ હતી.