લંડન,તા. ૪

કોરોનાની ચિંતા વચ્ચે પણ ક્રિકેટને ધબકતું કરવા માટે હવે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જઇ રહી છે તે સમયે ત્રણ ટેસ્ટ મેચની આ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમના ત્રણ ખેલાડીઓએ જોડાવાની ના પાડી છે. પરંતુ તેની ચિંતા કર્યા વગર જ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે કુલ ૧૧ રિઝર્વ પ્લેયર સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે ટીમ મોકલવા જાહેરાત કરી છે.

કુલ ૨૫ સભ્યોની ટીમ ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે અને ૩ ટેસ્ટ મેચ રમશે. રસપ્રદ બાબત એ છે કે આ ટીમ ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી ૯ જૂને ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનમાં રહેશે અને પછી આઉટડોર ટ્રેનીંગ શરુ કરશે. 

વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં બ્રાવો, પોલ તથા હેટમાયરે પ્રવાસમાં જોડાવાની ના પાડી છે. પરંતુ વેસ્ટ ઇન્ડીઝની ટીમ જેસન હોલ્ડરના નેતૃત્વમાં રવાના થશે. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રુટ પ્રથમ ટેસ્ટ મેચ નહીં રમે તેવા સંકેત છે. જો કે તે માટેનું ફેમીલી કારણ દર્શાવાઈ રહ્યું છે.