અમદાવાદ-

અમદાવાદના જીસીએસ હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ છે .વેક્સિન લેવા માટે હેલ્થ વર્કરનો ધસારો છે.સિનિયર તબીબોએ વેક્સિન લીધી છે..કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉકટર દિલીપ શ્રીનિવાસન અને ક્રિટિકલ કેરના હેડ ડૉકટર પ્રતિભાબેને પણ વેક્સન લીધી છે. બંને પતિ-પત્નીએ વેક્સિન લઈને સંદેશ આપ્યો છે.

ઉલ્લખનીય છે કે તબીબ પરિવાર એક સાથે વેક્સિન લેવા પહોંચ્યો અને એક સાથે જરસી મુકાવી હતી. જ્યારે બીજી તરફ "હું"ની ટીમ પહોંચી જીસીએસ હોસ્પિટલ પહોંચી છે. વેક્સીનેશનને લઈને હાલ ટીમ સમીક્ષા અને મુલાકાત કરી રહી છે. "હું" ના પ્રતિનિધિ સહિતની ટીમ જીસીએસ હોસ્પિટલમાં પહોંચી છે. રાજ્યમાં બે દિવસના બ્રેક બાદ આજે ફરીથી કોરોનાની વેક્સીનેશનની શરૂઆત થઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેક્સિન આપવાની કવાયત સવારથી જ શરૂ કરી દેવાઇ હતી.

આજે દિવસ દરમિયાન ૧૦૦ જેટલા હેલ્થ વર્કરને વેક્સિન અપાશે મહત્વનુ છે કે શનિવારે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલની ઉપસ્થિતીમાં વેક્સીનેશનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. બાદમાં સોફ્ટવેર ખામીના કારણે વેક્સિનેશનના મેસેજ મોકલવામાં મુશ્કેલી પણ સર્જાઈ હતી. જાેકે હવે આજથી આ રસીકરણની પ્રક્રીયા ફરી શરૂ કરાઇ છે. જેમાં હવે સપ્તાહમાં ચાર દિવસે જ રસી આપવામાં આવશે. એટલે કે, કેન્દ્રના આદેશ અનુસાર રાજયમાં દર સપ્તાહે મંગળવારપ ગુરુવારપશુક્રવાર અને શનિવારે વેક્સિન અપાશે.