જસદણ, હવામાન વિભાગની આગાહીનાપગલે રાજકોટ જિલ્લામાં બે દિવસથી હિલ સ્ટેશન જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. ગઇકાલે જસદણપંથકમાં વરસાદપણ વરસ્યો હતો. ત્યારે ગત રાત્રે મિનિ વાવાઝોડુ ફૂંકાતા ઘરો અને દુકાનોનાપતરા તથા બેનરો ઉડ્યા હતા. તેમજ ભારેપવનને કારણે જસદણમાં ૮ કલાક લાઈટપણ ગુલ રહી હતી. બીજી તરફ છેલ્લા ૨૪ કલાકથી ઠંડાપવનને કારણે રાજકોટ ટાઢુબોળ થઇ ગયું છે. ઠંડાપવનના સુસવાટા વચ્ચે લોકો ઘરમાં જપુરાઇ રહ્યા છે. આજેપણ શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે.જસદણના આટકોટમાં રાત્રે મિનિ વાવાઝોડુ ફૂંકાયું હતું. આથી લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો.

ભારેપવનને કારણે લાઈટ ગુલ થઈ ગઈ હતી. તેમજ જસદણનાપાચવડા, જંગવડ, વીરનગર સહિત આજુબાજુ વિસ્તારમાં રાત્રે નવ વાગ્યે અચાનક ભારેપવન ફૂંકાવા લાગતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. ૪૦થી ૫૦ની ઝડપેપવન ફૂંકાવા લાગ્યો હતો. જસદણ શહેરના કૈલાસનગર વિસ્તારમાં આઠ કલાક સુધી લાઈટ ગુલ રહી હતી. ગુરૂવારના રોજ વહેલી સવારે લાઈટ રાબેતા મુજબ આપવામાં આવી છે. ભારેપવનને કારણે દુકાનના બોર્ડ અનેપતરા,પાણીના ટાંકાના ઢાકણા, ચકલાના માળા ઉડી ગયા હતા. એક કલાક સુધી ભારેપવન ફૂંકાતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. નળિયાવાળા મકાનમાં રહેતા લોકોમાં વધારે ભય જાેવા મળ્યો હતો. જસદણના કૈલાસનગર વિસ્તારમાંપાનની દુકાનનુંપતરુંપવનને કારણે તૂટી ગયું હતું.

ધૂમ્મસ, ઠંડી, ભારેપવન અને માવઠાને લીધે હિલ સ્ટેશન જેવો માહોલ

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી રાજ્યભરમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. આજે સવારથી જ અમદાવાદ સહિત મહાનગરોમાં હિલ સ્ટેશન જેવા વાતાવરણનો અહેસાસ થયો હતો. વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું. આખો દિવસ સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ રહ્યું હતું. અમદાવાદમાં ગત રાત્રે ભારેપવન ફૂંકાયો હતો.અમદાવાદ શહેરમાં સવારે ધૂમ્મસ સાથે ભારેપવન ફુંકાયો હતો. ત્યારબાદ કમોસમી વરસાદના છાંટણાપડતાં હીલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. તેના લીધે ઠંડીમાંપણ વધારો થતાં શહેરીજનોને ગરમ વસ્ત્રોપહેરવાની ફરજપડી હતી. રાજ્યના મોટાભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં ૪ ડીગ્રી સુધીનો ઘટાડો જાેવા મળ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે. કમોસમી વરસાદની આગાહી સાથે વાદળછાયું વાતાવરણ રહ્યું છે.રાજકોટમાં આજે સવારથી સૂર્યદેવ વાદળોમાં છુપાયેલા રહેતાં વાદળિયા માહોલમાં હવામાં ભેજના વધારા સાથે ઠંડોપવન ફૂંકાવાનો શરૂ થતાં છેલ્લા ૨૪ કલાકથી લોકોને સ્વેટર, ટોપી, શાલ, મફલરનો સહારો લેવોપડયો હતો.