મહેસાણા,  સૂર્ય દેવની આરાધના માટે ચાલુક્ય વંશના રાજા ભીમદેવ પહેલાના દ્વારા ૧૧મી સદીમાં મહેસાણા જિલ્લાના અને બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે બંધાયેલા સૂર્ય મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરને સૌર ઉર્જાથી પ્રજ્વલિત કરવામાં આવશે. આ નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે. ખુબ ઝડપથી આ પ્રોજેક્ટ પુરો કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીના હસ્તે પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસએસ ધરાવતા પ્રોજેક્ટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થઈ શકશે. ભારતમાં પહેલીવાર આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ૬૯ કરોડના કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા જૂથની કંપની મહિન્દ્રા સસ્ટેન પ્રાઇવેટ લિમિટેડનો છે. જેને દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરી છે.સૂર્ય મંદિરથી ત્રણ કિલોમીટર દૂર સુજાનપુરા ખાતે રાજ્ય સરકારે બાર એકર જમીન ફાળવી છે. જ્યાં જમીનમાં ઉપર સોલર ફોટોવોલ્ટેઇક પેનલ લગાવી ત્રણ મેગાવોટ એક એવા બે યુનિટ કુલ મેગા વોટની ક્ષમતાવાળા ઊભા કરશે. લીથીયમ બેટરીવાળી બીએસએસ ટેકનોલોજી સર્જાશે.અહીં ઉત્પાદિત સોલર એનર્જી મોઢેરા ગામના કુલ ૧,૬૧૦ ઘરોને તથા સૂર્ય મંદિરને દિવસ-રાત સૌર ઊર્જા પૂરી પાડવામાં આવશે. કુલ ઘરો પૈકીના ૨૭૧ ઘરો ઉપર એક એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ લાગી રહી છે. જે વીજળી ઘરમાલિકો ગ્રેડમાં વહેંચી પણ શકશે. જેને માટે સ્માર્ટ મીટર પણ લાગશે. કેન્દ્રના બિન પરંપરાગત ઉર્જા પર પ્રભાવ કે આ પ્રોજેક્ટ માટે ૫૦ ટકા લેખે રૂપિયા ૩૨.૫ કરોડ ફાળવ્યા છે.