લંડન-

હાઈડ્રોજન ઈંધણથી ઉડનારા દુનિયાના પહેલા પેસેન્જર પ્લેને સોમવારે બ્રિટનમાંથી સફળ ટેકઓફ કર્યુ. આ વિમાનને વિમાનન ઉદ્યોગ માટે મોટી ક્રાંતિ તરીકે જાેવામાં આવી રહ્યું છે. વિશેષજ્ઞો અનુસાર આનાથી ના માત્ર વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે, પરંતુ જીવાશ્મ ઈંધણનો વિકલ્પ પણ મળી શકશે. આ વિમાનને બ્રિટિશ એરોસ્પેસ સ્ટાર્ટઅપ કંપની Zero Avia  એ ડિઝાઈન કર્યુ છે.

6 સીટ વાળા Piper M-ass પેસેન્જર વિમાને લંડનના ઉત્તરી વિસ્તારમાં લગભગ ૫૦ માઈલનું અંતર નક્કી કરવા માટે ક્રેનફીલ્ડ એરપોર્ટથી ઉડાન ભરી. અહીં કંપનીની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાઈટ છે. આ પહેલી તક હતી કે જ્યારે કોઈ વિમાને હાઈડ્રોજન ઈંધણની મદદથી ટેક ઑફ કરવાની સાથે શાનદાર લેન્ડિંગ પણ કર્યુ.

કંપની અનુસાર હાઈડ્રોજન ઈંધણથી ઉડનારા વિમાનનું આ પહેલુ ઉદાહરણ છે. Zero Avia કંપનીના સીઈઓ વેલ મિફ્તખોવનું કહેવુ છે કે પહેલા પણ કંઈક આ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા હતા. જેમાં વિમાનોએ હાઈડ્રોજન ઈંધણનો ઉપયોગ કરીને પોતાની ઉડાનને પૂરી કરી છે. વ્યવસાયિક રીતે આ એક પેસેન્જર વિમાનની પહેલી ઉડાન છે.