દિલ્હી-

દરેક દેશ તેની કલા સંસ્કૃતિ અને ઇન્ફાસ્ટ્રકચર માટે જાણીતું હોય છે.દેશ-વિદેશના પ્રવાસીઓને આર્કષવા માટે યુરોપના પોર્ટુગલ દેશમાં અરૌકા બ્રિજ બનાવ્યો છે.આ બ્રિજ નદીની ઉપર બાંધવામાં આવ્યો છે. તેથી અતિ સુંદર લાગે છે. યુરોપના પોર્ટુગલ દેશમાં અરૌકા બ્રિજ બન્યો છે. આ બ્રિજની અનેક ખાસિયતો છે.બ્રિજ ૫૧૬ મીટર લાંબો છે અને પગપાળા જતા મુસાફરો માટેનો આ વિશ્વનો સૌથી લાંબો પુલ છે.એનું બાંધકામ ૨૦૧૭ની સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું. પુલ ૫૧૬ પેડેસ્ટ્રિયન સસ્પેન્શન બ્રિજ તરીકે પણ જાણીતો છે.આ પુલ નદીથી ૧૭૫ મીટર ઉપર છે.પોર્ટો શહેરની ભાગોળે યુનેસ્કો ગ્લોબલ જીયો પાર્ક આવેલો છે. અને તેની નજીક બનેલો આ પુલ એગ્વાયરેસ વોટરફોલ તથા પાઇવા ગોર્જ નામના બે જાણીતા પર્યટન સ્થળોને જાેડે છે. તાજેતરમાં જ રાહદારીઓ માટે આ પુલ ખુલ્લો મુકાયો છે.