અમદાવાદ,તા,૪  

૫ ઓગષ્ટના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન રામની જન્મ ભૂમિ આયોધ્યા ખાતે રામ મંદિરનું ભૂમિ પૂજન કરવા જઈ રહ્યા છે. રામ જન્મ ભૂમિ પર રામ મંદિર નિર્માણ માટે વર્ષો જૂની લડાઈમાં અનેક લોકો સામિલ થયા હતા. તેમાં પણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ હજારો કાર્યકરોએ ગુજરાતમાંથી કાઢવામાં આવેલી જુદી જુદી યાત્રામાં જોડાયા હતા.સમગ્ર દેશમાં એક વિધાન અને એક સંવિધાન માટેની કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધીની એકતા યાત્રા અને રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટે સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રા આ બન્ને યાત્રામાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોર પણ સામિલ હતા. યાત્રાના દિવસો યાદ કરતા ખોડાજી ઠાકોરે જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણ એ અમારું વર્ષો જુનુ સ્વપ્ન હતું. જે હવે સાકાર થવા જઈ રહ્યું છે. દેશમાં ૩૭૦ની કલમ દૂર કરવા અને અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ગુજરાતમાંથી બે મોટી યાત્રાઓ નીકળવામાં આવી.  આ યાત્રાના સંયોજક તરીકે જે તે સમયે પ્રદેશ ભાજપના મહામંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુશળ રીતે સારથી બનીને યાત્રાને સફળતા અપાવી હતી. મુરલી મનોહર જોશીની અધ્યક્ષતામાં જ્યારે દેશમાં એક નિશાન એક સંવિધાન માટે કશ્મીરથી લઈ કન્યાકુમારી સુધીની યાત્રા નીકળવામાં આવી ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.અમદાવાદ જિલ્લા ભાજપના એક હોદેદાર તરીકે મેં પણ વિરમગામ અને મારા ગામના આસપાસના લોકો સાથે મળી આ રથનું ભવ્ય સ્વાગત કરી એકતા યાત્રામાં સામિલ થયા હતા. આ યાત્રામાં પણ સારથી તરીકે નરેન્દ્ર મોદી જ હતા.

અમારા ગામમાં ભવ્ય સ્વાગત થતા નરેન્દ્ર મોદી દ્વારા મારી પીઢ થાબળવામાં આવી હતી. તો આ સાથે જ હું પણ આ યાત્રામાં જોડાયો હતો. ગામના લોકો દ્વારા શીલા પૂજન અને ઈંટો અયોધ્યા સુધી પહોંચાડમાં આવી હતી. જ્યારે અમે આ યાત્રામાંથી ગામડે પરત ફર્યા ત્યારે ગામના લોકો દ્વારા અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એકતાયાત્રાએ જુદા જુદા રાજ્યોમાંથી પસાર થતી ત્યારે ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવતું. તે સમયે પંજાબમાં આંતકવાદ ચરમસીમા પર પહોંચ્યો હતો તો સાથે જ કશ્મીરમાં પણ આંતકવાદે સીમાડાઓ વટાવી દીધા હતા. ત્યારે શ્રીનગરના લાલ ચોકમાં જઇ દેશનો તિરંગો ફરકાવી આ એકતા યાત્રાની પુર્ણાહુતી કરવામાં આવી હતી. તો રામજન્મ ભૂમિ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તે માટે કાઢવામાં આવેલ સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રાનું પણ ગુજરાતના વિવિધ ગામડાઓમાં સ્વાગત કરવામાં આવતું. અમદાવાદ જિલ્લા ભાજપના એક હોદ્દેદાર તરીકે જે તે સમયે લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં નીકળેલી આ યાત્રાનું અમારા ગામના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે યાત્રા અમારા ગામની પાસે પહોંચી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યાત્રા સાથે જોડાયેલા તમામ લોકોને ભોજન કરાવવામા આવ્યું. હું તરુણ વયનો હતો એટલે યાત્રાનો રથ અંદરથી કેવો દેખાતો હશે તે જાણવાની જિજ્ઞાસા મારામાં હતી.