લખનૌ-

હાલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશની સૌથી ખુબસુરત ફિલ્મ સિટી ઉત્તર પ્રદેશમાં બનાવવાની વાત કરી હતી. આ પ્રોજેક્ટ પર હવે કામ પણ શરૂ થઈ ગયુ છે. યોગી સરકારે આ ફિલ્મ સિટી માટે 1000 એકર જમીન ફાળવી આપી છે. યમુના એક્સપ્રેસ વેના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણવીર Additional Chif Secretaryને પત્ર લખીને ફિલ્મ સિટીને ફાળવી આપેલી જમીન વિશે જાણકારી આપી.

આ પત્રમાં ફિલ્મ સિટી માટે યમુના એક્સપ્રેસ વે industrial Development Authority ક્ષેત્રના સેક્ટર-૨૧માં ઔદ્યોગિક પ્લોટ્‌સ માટે 780 અને વ્યવસાયિક વ્યવસાયિક પ્લોટ્‌સ માટે 220 એકર એમ કરીને કુલ 1000 એકર જમીન ઉપલબ્ધ છે.

ફિલ્મ મેકર મધુર ભંડારકારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં દેશની સૌથી મોટી અને સૌથી ખુબસુરત ફિલ્મ સિટી બનાવવાને લઈને મુખ્યમંત્રીની જાહેરાત પર ચર્ચા કરી. મુખ્યમંત્રીએ ફિલ્મ નિર્માતાને ભેટ તરીકે એક સિક્કો આપ્યો. જેમાં ભગવાન રામની તસવીર કોતરાયેલી હતી.