દિલ્હી-

દેશભરમાં કોરોના વાયરસના ચેપને કારણે સ્થિતિ ખરાબ છે, પરંતુ આ દરમિયાન ઘણા પ્રેરણાદાયી વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો દિલ્હીની હોસ્પિટલમાંથી સામે આવ્યો હતો. અહીંના એક ડોક્ટરે 'લવ યુ જિંદગી' ગીત પર કોવિડ સાથે લડતી એક યુવતીનો વીડિયો શેર કર્યો છે. લોકોએ યુવતીના આ વલણની ખૂબ પ્રશંસા કરી હતી. આ પ્રેરણા આપનાર યુવતી હવે આ દુનિયામાં નથી. ડોક્ટરે તે યુવતીના મોત અંગેની માહિતી શેર કરી છે.

ટ્વિટર પર ડોકટરે એક હોસ્પિટલના કોવિડ ઇમરજન્સી વોર્ડનો વીડિયો શેર કર્યો હતો. સાથે લખ્યું હતું કે આ 30 વર્ષીય યુવતીને આઈસીયુમાં બેડ નથી મળી રહ્યો એટલે તેને એનઆઈવી પર રાખી રેમેડસિવિર અને પ્લાઝ્મા થેરાપી પણ આપવામાં આવી હતી. આ દૃઢ ઇચ્છાશક્તિવાળી છોકરીએ તેના મનોબળને વધારવા માટે મને સંગીત વગાડવાની પરવાનગી માંગી હતી. તેને પરવાનગી મળતા તેણે ફિલ્મ ડિયર જિંદગીનું ગીત 'લવ યુ જિંદગી' ગીત સાંભળ્યું અને તેણે તેના પર નાચવાનું શરૂ કર્યું.

She is just 30yrs old & She didn't get icu bed we managing her in the Covid emergency since last 10days.She is on NIVsupport,received remedesvir,plasmatherapy etc.She is a strong girl with strong will power asked me to play some music & I allowed her. Lesson:"Never lose the Hope"  આ જ ડોક્ટરે વધુ એક ટ્વીટ કરી જણાવ્યું છે કે આ યુવતીનું અવસાન થયું છે.