ડભોઇ, તા.૧૮ 

  ડભોઇ નાંદોદી ભાગોળ નજીક આવેલ સિતળાઈ તળાવ માં ગત રોજ એક યુવાન ન્હાવા જતાં તે ડૂબી ગયો હતો. ડભોઇ ફાયર ટીમ ને જાણ કરતાં ડભોઇ ફાયર ટીમ દ્વારા તેના મૃતદેહ ને સોધવા તાજવીજ હાથ ધરી હતી. વડોદરા ફાયર ટીમ ની પણ સહાય લેવામાં આવી છે.

હાલ સુધી યુવાનનો મૃતદેહ મળ્યો ન હોવાનું સામે આવ્યું છે. પોલીસ સહિત ફાયર ટીમો ઘટના સ્થળે શોધખોળ કરી રહી છે. ડભોઇના નાંદોદી ભાગોળ વિસ્તારમાં આવેલ સિતળાઈ તળાવ માં ગત રોજ એક અજાણ્યો યુવાન તળાવ માં ન્હાવા ગયો હોય જે ડૂબી જતાં આસ પાસ ના રહીશો એ સવારે તેની જાણ ડભોઇ ફાયર ટીમ ને કરી હતી. જ્યારે ફાયર ટીમ ઘટના સ્થળે પહોચી તેની સોધખોળ માટે ની તાજવીજ હાથ ધરી છે. હાલ યુવાન ને સોધવા માટે વડોદરા અને ડભોઇ ની ફાયર ટીમો ઘટના સ્થળે છે છેલ્લા ૬ કલાક થી યુવાન ને સોધવા માટે ની કાર્યવાહી થઈ રહી છે યુવાન ની ઓળખ હજી સુધી અકબંધ છે.