છોટાઉદેપુર, તા.૨૭ 

છોટાઉદેપુર નગરના રહીશ અને છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન સામે રહેતા સહેઝાદ મોહંમદ યુસુફ મલાએ મરાઠા ક્રીકેટ લીગ ટી-૨૦ ક્રિકેટમાં સ્થાન મેળવી છોટાઉદેપુર જીલ્લાનું નામ રોશન કરતા નગરજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી અત્રે નોંધનીય છે કે આં આશરે ૨૦ વર્ષીય યુવાન ક્રિકેટ કોચિંગ ક્લાસમાં વડોદરા જોડાયા હતા અને અનેક ટુર્નામેન્ટમા ભાગ પણ લીધો હતો અને ઇંગ્લેન્ડ ખાતે પણ તેઓ સિલેકશન પામી ભાગ લીધોછે અને હાલમાં વિશેષ ઉપલબ્ધી મરાઠા ક્રિકેટ ટી-૨૦ લીગ મેચોમાં સ્થાન મેળવી પ્રાપ્ત કરીછે તેઓએ ૧૨ સાયન્સની પરીક્ષા પાસ કરી અને ટેકનીકલ લાઈનના અભ્યાસ સાથે સીઝન ક્રિકેટ ઉપર વધારે પડતું ધ્યાન આપ્યું હતું અને તેઓના અવિરત પ્રયાસ અને કુશાગ્રતા પૂર્વક કરેલ મહેનત અને પરિશ્રમનું ફળ મેળવ્યું છે આ પસંદગીથી તેના પરિજનો અને નગરજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી તેઓ અથાક પરિશ્રમ અને મહેનત કરી આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મેળવે તેવી અનેક લોકોએ શુભેચ્છા પાઠવી હતી.