અમદાવાદ-

અમદાવાદમાં સાયન્સ સિટી સંગમ સેફાયર નામની બિલ્ડિંગમાં થી જનરલ ટોઇલેટ ગાયબ થઈ ગયું હતું જેને લઈને આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ઝૂડિયો શો રૂમ સીલ કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાંથી રાતોરાત જનરલ ટોઇલેટ ઝૂડિયો શો રૂમમાં ભેળવી દેવામાં આવ્યું હતું જેને લઈને આ વિશેની ફરિયાદ એસ્ટેટ વિભાગને મળતા આજે સીલ કરવામાં આવ્યું છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટ વિભાગ દ્વારા એક અઠવાડિયામાં આ જનરલ ટોઇલેટ નો ભાગ બિયું પરમીશન મુજબ મૂળ પરિસ્થિતિમાં લાવી દેવામાં આવે જેની નોટિસ અગાઉ ફટકારવામાં આવી હતી. પરંતુ શો રૂમ દ્વારા મનપાની નોટિસ ને અવગણી હતી અને તેની ઉપેક્ષા કરવામાં આવી હતી જે મામલે આજે એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરી અને શો રૂમને સીલ કરવામાં આવ્યું છે.