પાદરા

પાદરા ના બે અલગ અલગ વિસ્તારમાં તસ્કરો એ તરખાટ મચાવ્યો હતો બે દુકાનમાં ચોરી કરવામાં તસ્કરો ફાવ્યા હતા તેમજ એક દુકાનમાં ચોરી નો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો, વુડા કોર્નર ની ઇલેક્ટ્રોનિકના સો રૂમમાં ૨૦ મોબાઈલ અને કુલર ની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા જે ચોરી ની કરતૂતો ઝ્રઝ્ર્‌ફ માં કેદ થવા પામી હતી, પોલીસે સીસી ટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર તસ્કરો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 ગત રાત્રે બે ખ્વાબ બનેલા તસ્કરોએ પાદરા ના ભરચક વિસ્તારમાં ચોરી ને અંજામ આપ્યો છે મળતી વિગતો અનુસાર પાદરા માં અગલ અલગ વિસ્તારોમાં તસ્કરોએ ચોરી કરી પલાયન થયા હતા. પાદરા ના વુડા કોર્નર કોમ્પ્લેક્ષ માં તસ્કરોએ ત્રણ દુકાને ટાર્ગેટ બનાવી હતી જેમાં એક દુકાન મોબાઈલ એસેસરીઝ માં ચોરી નો નિસફળ પ્રયાસ થયો હતો. તો બીજી દુકાનમાં પણ તસ્કરો સટર તોડવામાં નિષ્ફળ ગયા હતા. જ્યારે આજ કોમ્પ્લેક્ષમાં આવેલ ડાયમંડ ઇલેક્ટ્રોનિક સો રૂમના શટર ના તાળા તોડી ને દુકાનમાં પ્રવેશી ને દુકાનમાં મૂકેલાં કી-પેડ વાળા ૨૦ મોબાઈલ તથા કુલર સહિત મોબાઈલ એસેસરીઝ સહીત અલગ અલગ ચીજ વસ્તુઓ ની ચોરી કરવામાં તસ્કરો સફળ રહ્યા જેની તમામ તસવીરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સો રૂમ માલિક વ્રજેશ પટેલ ના જણાવ્યા અનુસાર નજીકમાંજ રાત્રી દરમ્યાન પોલીસ પોઇન્ટ છે છતાં અમારા સો રૂમમાં ૩૦ મિનિટ સુધી તસ્કરો તરખાટ મચાવતા રહ્યા તો આજ વિસ્તાર માં જાહેર માર્ગપર સીસીટીવી કેમેરા હોવા છતાં તસ્કરો ચોરી કરવામાં સફળ રહ્યા હતા બીજી બાજુ પાદરા ના તાજપુરા રોડ પર આવેલ જાહેર માર્ગ પરની જલારામ ખમણ દુકાનમાં પણ તસ્કોરે બિન્દાસ ચોરી ને અંજામ આપ્યો છે જેમાં દુકાન મલિક સાગર ઠક્કર ના જણાવ્યા અનુસાર ૪૫૦૦ રૂપિયા રોકડ સહીત તેલ મસાલા મળી અંદાજે ૯ હજાર રૂપિયાની ચોરી થયા હોવાનું જણાવ્યું હતું જે તમામ તસવીરો પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જ્યારે પાદરામા બે બે જગ્યા ઓ પર એક જ રાત્રી દરમ્યાન ચોરીના બનાવો બનતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થવા પામ્યા છે. જાેકે પાદરા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે એકજ રાતમાં બેખાબ બનેલા તસ્કોરે બિંદાસ ચોરી કરી પલાયન થવામાં સફળ નીવડ્યા હતા.