પાદરા, 

પાદરા મજાતણ ગામે મકાનના ઘરના દરવાજાના લોક તોડી ઘરમાં પ્રવેશ કરી તિજાેરીમાં થી સોના-ચાંદી ના દાગીના અને રોકડા રૂપિયા મળી ૮૦,૫૦૦ ની મુદા માલની ચોરી ની ફરિયાદ વડુ પોલીસે નોંધતા કાયદેસરની કાર્યવાહી કરી છે.પાદરા ના મજાતણ ગામે ઊંડા ફળિયામાં રહેતા દોલતસિંહ પ્રતાપસિંહ પરમાર પિલુદ્રા સીમની કંપની માં નોકરી કરે છે. ગઈ કાલે રાત્રે ૧૧ વાગે સુધી ઘરની બહાર બાળકો ખાટલા માં બેસી વીડિઓ જાેતા હતા ત્યાર બાદ સુઈ ગયા હતા. અને રાત્રી ના સમય દરમ્યાન ઘરમાં તિજાેરીની અંદર મુકેલ સોના ચાંદી ના દાગીના અને કબાટ માં મુકેલ રોકડા રૂપિયા ઘર ના ફ્રીજ પર મુકેલ પાકીટ તપાસ કરતા મળી આવેલ નહિ અને તેમજ ઘર વખરી વેર વિખેર થએલ હતો.વડુ પોલીસ બેઠકે દોલતસિંહ પરમાર એ આપેલી ફરિયાદ ના આધારે સોના ચાંદી અને રોકડા રૂપિયા મળી ૮૦,૫૦૦/- ની ચોરી નોંધાતા પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરી હતી.ઘરમાં કોઈ ચોરે પ્રવેશ કરી ૨ રજવાડી ચાંદીના છડા સોનાની જુમાર બુતીઓની જાેડી રોકડા રૂપિયા ૩૦,૦૦૦/- મળી ૮૦,૫૦૦/- મતા ની કોઈ ઇસમ ઘરના દરવાજા તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી થયા ની ફરિયાદ વડુ પોલીસ મથકે નોધાવા પામી છે.