વાઘોડિયા : માડોધર ગામે રાત્રી દરમિયાન ઘર પાસે ઊભુ રાખેલ ટ્રેક્ટર સહિત ટ્રોલી ની ચોરી થઇ જતાં ટ્રેક્ટર માલિકે અજાણ્યા તસ્કરો સામે વાઘોડિયા પોલીસ મથકે ફરીઆદ નોંધાવી હતી.  

મડોધર ગામે કાછીયા ફળીયામા રહેતા ફતેસિંહ રામસિંહ ડોડિયા ખેડૂત છે. પોતાની ખેતીમાટે આજથી ત્રણેક વર્ષ પહેલા હોલેન્ડ કંપનીનુ ટ્રેક્ટર ખેતીકામ માટે વસાવ્યંુ હતંુ અને સાથે ટોલી પણ લાવ્યા હતા. ૨૬ ઓગષ્ટની સાંજે ખેતી કામકાજ પતાવી ગામમાંજ ગોરજ રોડ પર આવેલ રોડની સાઈડપર પાર્ક કરી મુકી જમી પરવારી સુઈ ગયા હતા.રાત્રી દરમ્યાન કોઈ હરામખોરે આવી પાર્ક કરેલુ ટ્રેક્ટર ટોલી સહિત ઊઠાવી ગયાનુ બીજા દિવસે સવારે ખેડૂતને ખબર પડી હતી. જેથી ખેડૂતે પોતાના અંગત મિત્રો સાથે ટ્રેક્ટરની શોધખોળ આદરી હતી. પરંતુ પોતાના ટ્રેક્ટર કે ટ્રોલીના કોઈ સગળ નહિ મડી આવતા આખરે ટ્રેક્ટર માલીકે વાઘોડિયા પોલીસ મથકે ટ્રેક્ટર ચોરાયા અંગેની ફરીઆદ નોંઘાવી હતી.જેથી વાઘોડિયા પોલીસે આસપાસના રોડપર લાગેલ ઝ્રઝ્ર્‌ફ ફુટેજની તપાસ હાથ ઘરી હતી.