ગાંધીનગર-

રાજ્યમાં ૮૩ સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજાે છે. જેમાં વર્ગ-૧ની ૧૩, વર્ગ-૨ની ૧૭૭, વર્ગ-૩ની ૧૬૭ અને વર્ગ-૪ની ૧૫૪ જગ્યાઓ ખાલી છે. આમ, કોલેજમાં ૧,૨૬૪ જગ્યાઓ ભરાયેલી છે. જેની સામે ૫૦૬ જગ્યાઓ ખાલી છે. રાજ્યના વડોદરા, મહીસાગર, મોરબી જિલ્લામાં એક પણ સરકારી આર્ટસ કે કોમર્સ કોલેજ નથી.

રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ આટ્‌ર્સ-કોમર્સ કોલેજાેની સંખ્યા ૨૬૩ છે. જેમા આચાર્યની ૬૫, અધ્યાપકની ૧,૫૮૬, પીટીઆઈની ૬૮, ગ્રંથપાલની ૧૨૬, વર્ગ-૦૩ ની ૧,૧૭૮ અને વર્ગ-૦૪ ની ૧,૩૦૧ જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓ પૈકી ગ્રંથપાલ વર્ગ-૦૩ અને વર્ગ-૦૪ની ૬૦ ટકા કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. સૌથી વધુ ખાલી જગ્યાઓ અમદાવાદ જિલ્લામાં છે.

રાજ્યમાં કુલ ૩૩ સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજાે આવેલી છે. જેમાં મોરબી, મહીસાગર, ખેડા, વડોદરા, આણંદ, પોરબંદર, નર્મદા, બોટાદ, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને અરવલ્લી એમ ૧૧ જિલ્લામાં એક પણ સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજ નથી. સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજાેમાં કુલ ૫૫૪ જગ્યા ખાલી છે, જે ૪૦ ટકા જેટલી થવા જાય છે. જેમાં તાપી, જુનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, નવસારી, અમદાવાદ, ગાંધીનગર અને જામનગરમાં વધુ જગ્યાઓ ખાલી છે.