ક્રોકોડાઈલ પાર્ક - ૧ ગટરગંગા વિશ્વામિત્રીના અત્યંત ગંદા-ગંધાતા-મળમૂત્રથી ખદબદતા પાણીમાં પણ લહેરથી જીવન ગુજારતા સાચ્ચેસાચ્ચા મગરમચ્છો પણ હવે એ પાણીમાં મરી રહ્યાના કિસ્સા બહાર આવ્યા છે ઃ એ જ બતાવે છે કે ગટરગંગા હજી વધુ ને વધુ પ્રદૂષિત થઈ રહી છે. જ્યારે બીજી બાજુ ક્રોકોડાઈલ પાર્ક-રના મગરમચ્છો મિનરલ વોટર વગર જીવી શકતા નથી અને રોજેરોજ વધુ ને વધુ તંદુરસ્ત થઈ રહ્યા છે.• વિશ્વામિત્રીના મગરો માંસ-મચ્છી ખાય છે. • ખંડેરાવ માર્કેટના મગરો માલ-મલીદા અને ગાંધીજીના ફોટા છાપેલા કાગળના લંબચોરસ ટુકડાઓ ખાય છે. • વિશ્વામિત્રીના મગરો બારેમાસ મગરના આંસુ વહાવે છે. • ખંડેરાવ માર્કેટના મગરો માત્ર ચૂંટણી ટાણે મગરના આંસુ વહાવે છે. અને સૌથી મોટી કરુણતા એ છે કે પહેલાં ક્રોકોડાઈલ પાર્કનું સર્જન બીજા ક્રોકોડાઈલ પાર્કે કર્યું છે અને બીજાે ક્રોકોડાઈલ પાર્ક પહેલાં પાર્કની સ્પર્ધા કરી રહ્યો છે...!!અને હવે પહેલા ક્રોકોડાઈલ પાર્કને વિશ્વામિત્રી નવસર્જન કરવાના બહાને બીજા ક્રોકોડાઈલ પાર્કના મગરમચ્છો વધુ ‘તગડા’ થવા થનગની રહ્યા છે.