વડોદરા,તા.૧

કેન્દ્રિય બજેટમાં ગુજરાતને કે વડોદરાને સીધા કોઇ જ લાભ થાય તેવી કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી. વડોદરામાં એઇમ્સ કે તેના જેવી કોઇ કેન્દ્રિય સંસ્થા આપવાની જાહેરાત થાય તેવી અપેક્ષાઓ ઉપર પણ પાણી ફરી વળ્યું હતું. શહેરીજનોના મતે કોરોના કાળમાં ધંધા રોજગારને વ્યાપક અસર પડી હતી ત્યારે તેને ભરપાઇ કરવા માટે કોઇ આકર્ષક જાહેરાત કરવામાં આવી શકે, પણ આવી કોઇ જ જાહેરાત થઇ ન હતી. વડોદરાને સીધો ફાયદો વેપાર કે ધંધા કે કોર્પોરેટક્ષેત્રે થાય તેવી કોઇ જ જાહેરાત ન હોવાથી નારાજગી જાેવા મળી હતી.

 કેટલાક નાગરિકોના મતે બજેટમાં કોઇ જ કરની આજે નાણાંમંત્રી ર્નિમલા સિતારામને જાહેરાત ન કરતાં સ્થાનિક સ્વજ્યની આવી રહેલી ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે તેમ મનાય છે. જાેકે ઇન્કમટેક્સમાં સ્ટાન્ડન્ડ ડિડકશન રૃ.૧.૫૦ લાખના બદલે રૃ.૨.૫૦ લાખ કરવામાં આવે તેવી કેટલાક પગારદારોની લાગણી હતી તે સંતોષાઇ ન હતી.

જાેકે આ બજેટમાં ખાનગીકરણ ઉપર જે રીતે ભાર મુકવામાં આવી રહ્યો છે તે આગામી સમયમાં વીજ સેવા હોયકે સૈનિક તાલીમ, શિક્ષણ સંસ્થામાં પણ કોર્પોરેટ ગૃહોની પકડ જાેવા મળશે તેવું ભયસ્થાન પણ ઘણાએ જણાવ્યું હતું. ખાનગીકરણ ઉપર જે રીતે ભાર મુકવામાં આવી રહ્યો છે તે કારણે સરકારી સંસ્થાઓ ઉપર પ્રતિકૂળ અસર પડી શકે છે. જાહેરક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણથી બેંક કર્મચારોમાં પણ નારાજગી જાેવા મળી હતી. આગામી વર્ષોમાં બીજી કેટલીક બેંકોનો પણ સમાવેશ થઇ શકે છે તેવી ભયની લાગણી કર્મચારીઓમાં જાેવા મળી રહી હતી.

આર્ત્મનિભર ભારતનું સ્વપ્ન પરિપૂર્ણ થશે

કેન્દ્રના નાણામંત્રી ર્નિમલા સીતારામણ દ્વારા સંસદમાં રજુ કરવામાં આવેલા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટને મધ્ય ગુજરાતના ઉદ્યોગોની અગ્રણી સંસ્થા ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ દ્વારા આવકારવામાં આવ્યું છે. તેમજ આ બજેટને આર્ત્મનિભર ભારત અને પાંચ ટ્રિલિયનની ઈકોનોમી તરફની પ્રગતિને માટે મહત્વનું ગણાવ્યું હતું. એફજીઆઈના પ્રમુખ મનોહર ચાવલા અને અગ્રણી હોદ્દેદારો ગીતા ગોરડીયા,અભિષેક ગંગવાલે જણાવ્યું હતું કે, આ વખતનું બજેટ પ્રત્યેક સેક્ટરને માટે લાભદાયી છે. આ બજેટમાં કોવિદ સેસનો ડર ઉદ્યોગોને હતો. પરંતુ એ ન લાગતા રાહત અનુભવી છે. આ ઉપરાંત આર્ત્મનિભર પેકેજ માર્ચ ૨૦૨૧ સુધી લંબાવ્યું છે. જે સારી બાબત છે. લાંબા સમયથી સમસ્યાઓથી પીડાતા ટેક્ષટાઈલ્સ ઉદ્યોગને સ્ટેબલ કરવાનો પણ પ્રયાસસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રોડ, ટ્રાન્સપોર્ટ,એમએસએમઈ ઉદ્યોગોનું પણ ધ્યાન બજેટમાં રાખવામાં આવ્યું છે. વહીકલ પોલિસી બાબતે સારો ર્નિણય લેવાયો છે. પ્રત્યેક સેક્ટરમાં મિનિમમ વેજીસની પણ વાત બજેટમાં કરાઈ છે. એમએસેમીમાં કોઈપણ પ્રકારના કરવેરામાં ફેરફારો કરવામાં આવ્યા નથી. આ બજેટને કારણે શેર બજાર ઉંચકાયું છે. ઈંસ્યુરંસમાં એફડીઆઈ ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરાઈ છે. જે ઉદ્યોગકારોને અનેક સારા વિકલ્પો પુરા પાડશે એવી આશા સેવી છે. હેલ્થ કેર, એન્જીન્યરીંગ, ટ્રાન્સપોર્ટ એમ તમામ ક્ષેત્રને માટે બેલેન્સ બજેટ હોવાનું જણાવ્યું છે. સિનિયર સીટીઝનને પણ સારો લાભ અપાયો છે. એક્ષ્પોર્ટમાં ઈન્સેન્ટિવ દેખાતા નથી. પરંતુ સ્ટીલ ,પ્લાસ્ટિકમાં ડ્યુટીમાં ઘટાડો ભાવ વધારા સામે રક્ષણ આપશે. એફડીઆઈ આવતા રૂપિયો વધુ મજબૂત બનશે એવી આશા સેવી છે.

બજેટને વડોદરાના રોકાણકારોએ વધાવ્યું

બજેટને વડોદરાના રોકાણકારોએ વધાવી લીધું હતું. જેમ જેમ બજેટની દરખાસ્તો રજૂ થતી હતી તેમ તેમ શેર બજારનો સેન્સેક ઉંચેને ઉંચે જતો હતો. છેલ્લા સપ્તાહમાં શેર બજારમાં ખોટ કરનારા રોકાણકારોની નિરાશા દૂર થઇ હતી. શેર બજારના નિષ્ણાત અને સીએ જગદીશ ઠક્કરે જણાવ્યું હતુંકે, છેલ્લા ૧૦ વર્ષના ઇતિહાસમાં સાત વખત બજેટના દિવસે બજારમાં મંદી જાેવા મળી હતી. ગત સપ્તાહમાં પણ ૪૦૦૦ પોઇન્ટ સેન્સેક્સ તૂટ્યો હતો ત્યારે મંદી કરનારાઓ આશાઓ સરકારની જાહેરાતોથી નિરાશામાં પરિણમી હતી. આજે ૨૨૦૦ પોઇન્ટનો ઉછાળોએ એક ઐતિહાસિક બાબત છે. નાણાં મંત્રીએ એલઆઇસીનો આઇપીઓ, જાહેર ક્ષેત્રની કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ સહિતની જાહેરાતો કરી છે. બજારમાં કેપિટલ ગેઇન , એસટીટી ટેક્સની ગણતરી હતી પણ કોઇ જ ટેક્સ ન આવતા રોકાણકારોમાં આનંદની લાગણી જન્મી હતી. ઞવેરી સિક્યુરિટીઝ લિમિટેડના ફંડ મેનેજર જીત ઝવેરીએ જણાવ્યું હતુંકે, આ બજેટમાં કોઇ નકારાત્મક જાહેરાતો નથી. સકારાત્મક જાહેરાતો હોવાથી શેર બજારને તેને વધાવી લીધું હતું. બેડ બેંક કોન્સેપ્ટના પગલે સરકારી બેંકોની બેલેન્સશીટ આગામી સમયમાં સુધરશે.

સુરક્ષા બજેટ ઘટાડયું, કોર્પોરેટ જગતલક્ષી બજેટ ઃ કોંગ્રેસ

શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલે કેન્દ્રના નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ આ બજેટને કોર્પોરેટ જગત લક્ષી ગણાવીને સુરક્ષા બજેટમાં કરાયેલા ઘટાડાને લઈને એને દેશની સુરક્ષાને માટે ચિંતાજનક ગણાવ્યું છે. આ બજેટમાં સામાન્ય કરદાતાઓને કોઈપણ પ્રકારની રાહતો આપવામાં આવી નથી. સ્કરકાર દેશની મહામૂલી સંપત્તિ સમાન સરકાર હસ્તકની નવરત્ન અને અન્ય નફાકારક કંપનીઓ, બેંકો, વીમા કંપનીઓ વેચીને દેખાડા કરવાને માટેના ખર્ચાઓ કરશે એવી ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ ઉમેર્યું છે કે ડેફિસિટ છેલ્લા ૨૫ વર્ષમાં સૌથી વધુ દર્શાવાઈ છે. જે પેટ્રોલ ડીઝલ પરના કમ્મરતોડ વેરા વસૂલ્યા બાદની છે. ચાર રાજ્યો માટેની જાહેરાતો ચૂંટણી લક્ષી છે. એ જાેતા બજેટ દિશાહીન અને ભટકેલ સરકારને ભટકાવનારું છે.

પાવર કનેકશન પોર્ટેબિલિટી ઃ પાવર ઉદ્યોગને ફાયદો થશે

કેન્દ્ર સરકારના બજેટમાં વીજ કનેકશન પોર્ટેબિલિટીની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે આગામી વર્ષોમાં વીજ વિતરણ કંપનીઓ વચ્ચે સ્પર્ધા પણ થશે. દેશના વીજ ઉદ્યોગમાં રૃ.૩ લાખ કરોડ સુધારણા સ્કીમ આવશે. વડોદરામાં વીજ વિતરણ કંપનીઓ માટેના ઉપકરણો બનાવવામાં આવે છે. નવી સ્કીમના પગલે વીજ વિતરણ કંપનીઓની મોનોપોલી નહિ રહે. વીજ વિતરણમાં સ્પર્ધાના પગલે ગુણવત્તા યુક્ત વીજ સેવા મળશે. આગામી સમયમાં મોબાઇલ ફોન કંપનીઓ વચ્ચે જેવી સ્પર્ધા જાેવા મળે છે તેવી સ્પર્ધા વીજ વિતરણ કંપનીઓમાં જાેવા મળશે.

પારદર્શક લાંબાગાળાના આયોજન સાથેનું બજેટ ઃ સીએ મનીષ બક્ષી

કેન્દ્રિય નાણાં મંત્રીએ બજેટમાં ૭૫ વર્ષથી વધુ વયના સિનિયર સિટિજનોને ઇન્કમટેકસ રિટર્ન ભરવાની કોઇ જરૃર નથી તેવી કરેલી જાહેરાત યોગ્ય છે. આ ઉપરાંત ઇન્કમટેકસને લગતી પ્રક્રિયામાં કરાયેલા ફેરફારો આવકાર્ય છે. ડિસ ઇન્વેસ્ટમેન્ટ, પાયાની સગવડોના ક્ષેત્રે રોકાણ વગેરે બાબતો પણ આવકાર્ય છે.

ટ્રસ્ટ માટે ઇન્કમટેક્સની આવક મર્યાદા વધારાઇ ઃ ભાસ્કર પટેલ

જાણીતા કરવેરા સલાહકાર ભાસ્કર પટેલે જણાવ્યું હતુંકે, ટ્‌ર્સ્‌ટ (શૈક્ષણિક અને હોસ્પિટલ્સ)ની આવકવેરાની મર્યાદા રૃ.૧ કરોડથી વધારીને રૃ.૫ કરોડ કરવામાં આવી છે તે આવકાર્ય બાબત છે.ટેક્સ ઓડિટ ડિજિટલ ટ્રાન્સેકશન રૃ.૫ કરોડ થી હવે રૃ.૧૦ કરોડ પર થશે.

કૃષિક્ષેત્રે પાયાની સગવડો વધતાં ફાયદો થશે ઃ આર.એસ.સોઢી

કૃષિ ક્ષેત્રે પાયાની સગવડો વધારવાની કરાયેલી જાહેરાતના પગલે ખેડૂતોને ફાયદો થશે. જાેકે સહકારી ડેરી ક્ષેત્ર માટે આ બજેટમાં કોઇ સીધા જ પ્રોત્સાહન નથી તેમ ગુજરાત કો.ઓ. મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમ.ડી. આર.એસ.સોઢીએ જણાવ્યું હતું.

કોરોનાની અસરો છતાં શ્રેષ્ઠ બજેટ ઃ મિલિન મહેતા

કોરોનાની આર્થિક અસરો છતાં પણ કેન્દ્રિય નાણાંમંત્રી ર્નિમલા સિતારામને આજે સર્વોત્તમ બજેટ રજૂ કર્યું છે, પધ્ધતિસર અને સર્વગ્રાહી પ્રયાસ આ મુશ્કેલ સમયમાં સરકારે કર્યો છે તેમ આજે જાણીતા કરવેરા સલાહકાર અને સીએ મિલિન મહેતાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતુંકે, આ બજેટમાં સરકાર દ્વારા કોઇ નીતિમાં પરિવર્તન લાવે તેવી કોઇ જ આંચકાજનક દરખાસ્ત કરવામાં આવી નથી. જે દ્રઢ સરકાર દ્વારા કરાયેલા પ્રયત્નો દર્શાવે છે. રૃ.૬૪૦૦૦ કરોડ આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ફાળવવામાં આવ્યા છે તે સરકાર આજના સમયે કોઇ જ નાના ગામને પાયાની સગવડથી વંચિત રહેવા દેવા માગતી નથી તે દર્શાવે છે. ૯.૫ ટકા નાણાંકીય ખાધ ઉંચી બાબત છે. રૃ.૧૯ લાખ કરોડની ખાધ કોરોના કાળના પગલે આવે તે સ્વાભાવિક હતું.આગામી વર્ષે ૬.૮ ટકા તે થશે. રાજ્યો અને સ્વાયત્ત સંસ્થાઓને કેપિટલ પ્રોજેક્ટ માટે વધુ ૨ લાખ કરોડ ફાળવાયા છે. સીધા કરવેરાક્ષેત્રે મહત્વના ફેરફાર કરાયા છે. આઇટીએટી અપીલ પણ હવે ફેસલેસ બનાવાઇ છે,સેટલમેન્ટ કમિશન જ દૂર કરાયું છે,અપવાદરૃપ કિસ્સાઓમાં જ ૪ વર્ષે પછીના વર્ષના કેસો પુનઃ ખોલવા માટે મંજૂરી મળશે. કેસો પુનઃ ખોલવાની સત્તા પણ મર્યાદિત કરવામાં આવી છે.

સ્માર્ટ મીટરિંગ શરૂ થાય તે પહેલાં જ વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ

કેન્દ્ર સરકાર દ્વારા પાવર કનેકશન પોર્ટેબિલિટીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઓલ ઇન્ડ઼યિા પાવર એન્જિનિયર્સે એસોસિએશને સરકારની આ જાહેરાતનો વિરોધ કર્યો છે. ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ એસો.ના એક પ્રવક્તાએ જણાવ્યું છેકે, સરકારી વીજ વિતરણ કંપનીઓની આજની હાલત માટે રાજકીય સિસ્ટમ જવાબદાર છે. સરકારી મોનોપોલી કરતાં ખાનગી મોનોપોલી ખતરનાક રહેશે. વીજ વિતરણ કંપનીઓ માટે ટેકનિકલ ઇનોવેશન જરૂરી છે.