જિનીવા:

વિશ્વ આરોગ્ય સંસ્થાના કાર્યકારી નિર્દેશક માઇક રેયાને કહ્યું કે કોરોના વાઇરસની વૅક્સિન બનાવવાના મામલે સંશોધનકર્તાઓને સાચી સફળતા મળી રહી છે પરંતુ વર્ષ 2021ના શરૂઆતી દિવસો પહેલાં એની આશા રાખી શકાય તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે જરૂરી છે કે વૅક્સિન બનાવવાની ગતિ ભલે થોડી મંદ પડે પરંતુ તેના સુરક્ષા માપદંડોમાં કોઈ કમી ન રહેવી જોઈએ. એમણે કહ્યું, "આપણામાં આપણી આંખોમાં જોવાની હિંમત હોવી જોઈએ અને લોકો સાથે આંખ મેળવવાની પણ હિંમત હોવી જોઈએ. સામાન્ય લોકોને આ વૅક્સિન આપતા પહેલાં આપણે એમને ભરોસો આપવાનો છે કે વૅક્સિનને સુરક્ષિત અને અસરકારક બનાવવા માટે આપણે તમામ શક્ય સાવચેતીઓ રાખી છે. આપણે આમ કરવામાં થોડો ઓછો સમય લઈ શકીએ છીએ. પરંતુ હકીકતમાં જોવામાં આવે તો આવતા વર્ષે આપણે રસીકરણ શરૂ કરી શકીશું."

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રુસ, ચીન, અમેરિકા અને બ્રિટનમાં અલગ અલગ સ્તર પર ચાલી રહેલા રસીના પરિક્ષણની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે WHOએ. એ સ્પષ્ટ કહી દીધું છે કે આવતા વર્ષ પહેલા એટલે કે 2021 પહેલા કોરોનાની રસી બનવાની આશા નથી. WHOના જણાવ્યાનુંસાર આવતા વર્ષે રસી મળવાની આશા છે તેના મેન્યૂફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યૂશનમાં સમય લાગી શકે છે.