દિલ્હી-

નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યુ કે રસીના ૨ ડોઝ બાદ એન્ટીબોડી ટેસ્ટ કરાવવાની જરુર નથી. કેમ કે રોગ પ્રતિરોધક ક્ષમતાના એન્ટી બોર્ડી એકમાત્ર માપદંડ નથી. અનેક રોગ પ્રતિરોધક ક્ષમતા બનાવે છે. જાેકે જરુરી છે કે તમામ લોકો રસીને લઈને અને કોવિડ અનુરુપ વ્યવહાર બનાવી રાખે. કેમ કે આ બિમારીની વિરુદ્ધ પૂર્ણ સુરક્ષા નથી.વીકે પોલે જણાવ્યુ કે દેશમાં આ અધ્યયન કરવામાં આવી રહ્યુ છે કે કોરોનાની રસીના બુસ્ટર ડોઝની જરુર છે કે નહીં. તેમણે ભાર આપ્યો છે કે કોઈ પણ રસી વાયરસના પુર્ણ રીતે સુરક્ષા આપી શકે નહીં.

યુપીના બે અલગ અલગ રસીના ડોઝ પર નીતિ આયોગે કહ્યુ કે પ્રોટોકોલના હિસાબે સજાગ રહેવું પડશે. પહેલો અને બીજાે ડોઝ એક જ કંપનીની રસીનો હોય તે જાેવુ. અને જાે એવું થઈ જાય તો ચિંતા કરવાની જરુર નથી. કોઈ સિગ્નિફિકેન્ટ ઈશ્યુ ન થવો જાેઈએ.વીકે પોલે આગળ કહ્યુ કે એમ પણ કહેવામાં આવે છે કે જાે બદલીને રસી લગાવવામાં આવે તો ઈમ્યુનિટી વધારે હોય છે. હું એન્શ્યોર કરવા માંગુ છુ કે કોઈ ચિંતાની વાત નથી. પરંતુ વિકલ્પમાં હાલ અમે એવુ નથી જાેઈ રહ્યા. એવી કોઈ રેકમેન્ડેશન ક્યાંયથી નથી આવી. કેટલાક દેશોમાં જે થયું તે ફક્ત ટ્રાયલ તરીકે થયુ. ટ્રાયલમાં જાેવા મળી રહ્યુ છે કે મિસ્ક કરે તો શુ ફાયદો થાય છે? ઉત્તર પ્રદેશની ઘટના પર ટિપ્પણી કરતા કહ્યુ કે ભલે આ થઈ ગયુ હોય પરંતુ વ્યક્તિએ ચિંતા કરવાની જરુર નથી. હું તમામ સ્વાસ્થ્ય કર્મીઓને આગ્રહ કરુ છુ કે બન્ને ડોઝ એક જ રસીના આપે. આ ઘટના ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાની છે જ્યા સ્વાસ્થ્ય કર્મીઓએ ૨૦ ગ્રામીણોને કોવેક્સીનનો બીજાે ડોઝ અલગ કંપનીની રસીનો આપ્યો હતો. પહેલો ડોઝ કોવિશીલ્ડનો હતો.