દિલ્હી-

દેશમાં કોરોનાવાયરસ ની મહામારી ફેલાવાની સાથોસાથ લાંબાલચ લોકડાઉન થી બેહાલ બનેલા અર્થતત્રં અને નાનાથી માંડીને મોટા વેપારીઓ અને બિઝનેસમેનો તેમ જ શ્રમિકોને મદદ કરવા માટે વડાપ્રધાન દ્રારા ૪૦ અબજ ડોલરની સરકારી ગેરંટી કરજ ની જાહેરાત કરવામાં આવી હોવા છતાં આ રકમ પણ ઓછી પડી રહી છે અને નાના કારોબારીઓને કોઇ રાહત પહોંચી નથી.

ઉત્તર પ્રદેશ સહિતના અલગ–અલગ રાયોમાં કરવામાં આવેલા એક ઐંડા અભ્યાસ બાદ એવું તારણ નીકળ્યું છે કે કેન્દ્ર સરકારના રાહત પેકેજો થી નાના વેપારીઓ મુશ્કેલીઓ જરા પણ ઓછી થઈ નથી અને તેમની આર્થિક અવસ્થા હજુ પણ ચિંતાજનક બનેલી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવવા માટે ૪૦ અબજ ડોલરની સરકારી ગેરંટી વાળા કરજ ની સ્કીમ આપી હતી. તેમ છતાં નાના વેપારીઓ નો મત એવો છે કે અમારી હાલત માં કોઈ સુધારો દેખાતો નથી. 

ઘણા બધા ઉધોગપતિઓ અને નાના બિઝનેસનો નો અભિપ્રાય એવો છે કે કરજની સ્કિમ દેશના અર્થતત્રં ની કરોડરુ બનવાવાળી અનેક કંપનીઓને બચાવવા માટે પર્યા દેખાતી નથી. કેટલાક નાના વેપારીઓ અને નાના બિઝનેસનો એમ કહી રહ્યા છે કે મહામારી થી એમના વેપાર ધંધા ઉપર ખૂબ જ ગંભીર વિપરીત આ અસર પડી છે અને આવી સ્થિતિમાં નવું કરજ લેવાની ક્ષમતા બાકી રહી નથી. 

કરજ આપવા કરતાં કેન્દ્ર સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કરીને રાહત આપવી જોઈએ અથવા કરજ પર વ્યાજ માફ કરીને નાના વેપારીઓની મદદ કરવી જોઈએ તો જ તેમના ધંધા વ્યવસ્થિત રીતે ચાલી શકે નહીંતર એ લોકોની બરબાદી નક્કી જ છે. કેન્દ્ર સરકારના રાહત પેકેજો ઘણા બધા આવ્યા છે પરંતુ તેનાથી દેશના મોટાભાગના વેપારીઓ અને નાના બિઝનેસમેનની હાલતમાં કોઇ સુધારો દેખાતો નથી તેમ અભ્યાસમાં બહાર આવતા ચિંતા વધી ગઈ છે